- તાલાલાના કોંગી ધારાસભ્ય ભગવાન બારડે વિધાનસભામાં કૌભાંડનો મુદ્દો ઉઠાવ્યો
- ગાંધીનગરથી ઓડિટ, ગીર સોમનાથથી એક્ઝામિનરની સંયુક્ત તપાસ શરૂ
- તાજેતરના ઓડિટમાં 1.40 કરોડની ઉચાપત સામે આવી હતી
- શિક્ષણ વિભાગ દ્વારા મૃત વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે
ગીર સોમનાથ:તાલાલા તાલુકા પંચાયતના ભ્રષ્ટાચારની તપાસ માટે ટીમ ઉતારવામાં આવી છે. ગાંધીનગરથી ઓડિટ, ગીર સોમનાથથી એક્ઝામિનરની સંયુક્ત તપાસ શરૂ કરવામાં આવી છે. તાલાલા તાલુકા પંચાયતના સર્વ શિક્ષા અભિયાન સહિત વિવિધ વિભાગમાં ગેરરીતિ આચરીનો કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યાનો દાવો ધારાસભ્ય ભગવાનભાઇ બારડે વિધાનસભામાં કર્યો હતો. જેને પગલે તપાસ માટે ગાંધીનગર અને જિલ્લા એક્ઝામિનેટરની ટીમો ઉતારવામાં આવી છે.
આ પણ વાંચો :તાલાળા તાલુકા પંચાયતમાં 40 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર, ધારાસભ્ય ભગવાન બારડે કરી ફરિયાદ
કૌભાંડના મૂળિયા શોધવાનું શરૂ