ગીરસોમનાથઃ જિલ્લાના છેવાળાના ગામ વાજડીમાં રમેશ નંદવાણાને ત્યાં સુમો પહેલવાન જેવું શરીર ધરાવતા એક બાદ એક 3 બાળકો જન્મતા પરિવાર તેમના શરીરને કઈ રીતે ભોજન અને ડોકટરી સહાય પુરા પાડે એ બાબત સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ 2015માં આનંદીબેન પટેલની સરકારે ગીરસોમનાથના ઉના તાલુકાના વાઝડી ગામના ગરીબ પરિવારના ત્રણ સુમો બેબીની ભારે સહાય હાથ ધરી હતી.
લોકડાઉનને કારણે ભૂખથી ત્રસ્ત જુઓ ઉનાના સુમો બેબીસ અમદાવાદમાં ડોકટર પાસે તેમના ચેક અપ કરાવી સ્વાસ્થ્યની તમામ જવાબદારી સરકારે ઉઠાવી લીધી હતી. પણ ત્યાર બાદ રૂપાણી સરકાર આવતા આ સુમો બેબીને સરકાર ભૂલી ચુકી હોય તેમ તમામ સહાય બંધ થઈ ચૂકી છે. ઓછામાં પૂરું લોકડાઉનને કારણે આ ત્રણે સુમો બેબીનું મજૂરી કરી પોષણ કરતા પિતા બેરોજગાર થયા છે. ત્યારે પરિવારને ખાવાના ફાંફા પડ્યાનું જાણવી રહ્યા છે. ત્યારે તેઓ સરકાર પાસે મદદ માટે વિનંતી કરી રહ્યા છે.
લોકડાઉનને કારણે ભૂખથી ત્રસ્ત જુઓ ઉનાના સુમો બેબીસ લોકડાઉનને કારણે ભૂખથી ટળવડતા આ બાળકોને ભોજન પૂરું પાડવા માટે પિતા 50 રૂપિયાનું રોજનું રાશન લઈ અને બની શકે એટલું ભોજન આપવા પ્રયત્ન કરી રહ્યો છે. તો પણ મોટી પુત્રી યોગીતાનું 13 વર્ષની ઉંમરે વજન 65 કિલો છે. વચ્ચેની પુત્રી અમિષાનું 9 વર્ષની ઉંમરે વજન 80 કિલો સુધી પહોંચ્યું છે અને નાના પુત્ર હર્ષનું વજન 7 વર્ષની ઉંમરે 36 કિલો થયું છે.ત્યારે તેઓને પ્રમાણમાં ખોરાક પૂરો પાડવા લોકડાઉન અને બેરોજગારીને કારણે પિતા સક્ષમ ન હોવાથી દુઃખી છે. ત્યારે બાળકોની ત્વરિત ડોકટરી મદદ મળે અને તેઓને ખાવા માટે ખોરાક મળે તેવી સરકાર પાસે ગુહાર લગાવી રહ્યા છે.
ત્યારે પોતાની શારીરિક સમસ્યાની ગંભીરતાથી અજાણ સુમો બેબી પૈકીની અમિષા છઠા ધોરણમાં ભણે છે અને મોટા થઈને શિક્ષક બનવાના સપના જોઈ રહી છે, જે કોઈપણ વ્યક્તિ માટે કરુણા ઉપજાવે છે. ત્યારે આ બાબતે ઇટીવી ભારત દ્વારા ઉના પ્રાંતના ડેપ્યુટી કલેક્ટર પ્રજાપતિનો સંપર્ક કરતા તેઓએ સંબંધિત મામલતદારને સૂચના અપાય હોવાની અને તેમને પૂરતું રાશન પહોંચાડવાની ખાતરી આપી હતી.