- ગીર-સોમનાથ જિલ્લામાં કોરોનાના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યાં
- જિલ્લામાં ગઇકાલે પ્રથમ વખત કોરોનાના નવા રેકોર્ડબ્રેક 45 કેસો નોંધાયા
- વેરાવળ-અમદાવાદ વચ્ચે દોડતી સ્પેશિયલ ટ્રેન આજેસોમવારથી બંધ કરાઇ
ગીર-સોમનાથ :કોરોના મહામારીની બીજી લહેરમાં ગીર-સોમનાથ જિલ્લામાં કોરોનાના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યાં છે. ત્યારે જિલ્લામાં ગઇકાલે પ્રથમ વખત કોરોનાના નવા રેકોર્ડબ્રેક 45 કેસો નોંધાયા છે. ગઇકાલે રવિવારે જે નવા કેસ નોંધાયા છે. તેમાં વેરાવળમાં 15, સુત્રાપાડામાં 3, કોડિનારમાં 1, ઉનામાં 24, ગીરગઢડામાં 1, તાલાલામાં 1 કેસો નોંધાયા છે. ગઇકાલે રવિવારે જિલ્લામાં એક પણ મૃત્યુ નોંધાયું નથી અને એક પણ દર્દીને ડિસ્ચાર્જ કરાયો નથી.
આ પણ વાંચો : ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધ્યું, તંત્રની કડક કાર્યવાહીને કારણે વેરાવળની બજારો બપોર બાદ થઈ સ્વયંભુ લોકડાઉન
ગીર-સોમનાથ જિલ્લામાં 1 લાખ 31 હજાર 437 લોકોને કોરોના રસીથી સુરક્ષિત કરાયા
જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. અત્યારસુધીમાં ગીર-સોમનાથ જિલ્લામાં 1 લાખ 31 હજાર 437 લોકોને કોરોના રસીથી સુરક્ષિત કરાયા છે. જ્યારે ગઇકાલે રવિવારે વધુ 1,695 લોકોનું રસીકરણ પૂર્ણ થઇ ચૂક્યું છે.
આ પણ વાંચો : ઉનામાં વેક્સિનના બે ડોઝ લીધા બાદ પણ નવાબંદર PHCના તબીબ કોરોના સંક્રમિત
વેરાવળ-અમદાવાદ વચ્ચે દોડતી સ્પેશિયલ ટ્રેન આજે સોમવારથી બંધ
તાજેતરમાં જ શરૂ કરાયેલી વેરાવળ-અમદાવાદ-વેરાવળ સ્પેશિયલ ટ્રેન તારીખ 19 એપ્રિલથી બંધ કરવાનો રેલ તંત્રએ નિર્ણય કર્યો છે. જે અંગે જણાવેલું કે, પ્રવાસીઓની અછતના કારણે સ્પેશિયલ ટ્રેન બંધ કરવામાં આવી છે. જેમાં ટ્રેન નં.9258 વેરાવળથી અમદાવાદ માટે ઉપડતી ટ્રેન તા.19 એપ્રિલથી અને ટ્રેન નં.9257 અમદાવાથી વેરાવળ માટે ઉપડતી ટ્રેન તા.20 એપ્રિલથી દોડતી બંધ થશે.