- વેરાવળમાં મ્યુકોરમાઈકોસીસની બીમારી માટે ખાસ વોર્ડ ઉભો કરવાની સોમનાથના ધારાસભ્યની માગ
- આધુનિક સીટી સ્કેન મશીન ફાળવવાની માગ સાથે ધારાસભ્ય વિમલ ચુડાસમાની સરકારમાં રજૂઆત
- દર્દીઓને સઘન સારવાર આપી નવજીવન આપવા માટે આરોગ્ય વિભાગ દિવસ-રાત કાર્યશીલ
ગીર સોમનાથ:વેરાવળ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં બ્લેક ફંગસથી થતી મ્યુકોરમાઇકોસિસની બીમારી માટે સ્પેશિયલ વોર્ડની સુવિધા આપવામાં આવે તથા નવું આધુનિક સિટી સ્કેન મશીન ફાળવવા માટે સોમનાથના ધારાસભ્ય દ્વારા સરકારમાં રજૂઆત કરી માગ કરી છે.
સિટી સ્કેન મશીન ન હોવાથી દર્દીઓને ખાનગી દવાખાનામાં સિટી સ્કેન માટે જવું પડે છે
સોમનાથના ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, જિલ્લાના મુખ્ય મથક વેરાવળની સરકારી હોસ્પિટલમાં નવું આધુનિક સિટી સ્કેન મશીન ફાળવવામાં આવે અને આ અંગે વિધાનસભાના બજેટ સત્રમાં પણ આરોગ્યપ્રધાનના ધ્યાને દોર્યુ હતુ. જિલ્લાની મોટી હોસ્પિટલ વેરાવળમાં આવેલી છે. ત્યારે સોમનાથ મત વિસ્તાર તથા જિલ્લાના દર્દીઓ સારવાર માટે આ હોસ્પિટલમાં આવતા હોય છે. હાલ સિટી સ્કેન મશીન ન હોવાથી દર્દીઓને ખાનગી દવાખાનામાં સિટી સ્કેન માટે જવું પડે છે.
આ પણ વાંચો:રાજકોટમાં મ્યુકોર માઈકોસીસના દર્દીઓમાં વધારો, સિવિલ હોસ્પિટલ ખાતે 609 દર્દીઓ સારવાર હેઠળ
દર્દીઓને અંદાજે રૂપિયા 4થી 5 હજાર જેટલો ખર્ચ થાય છે