ગીર સોમનાથ : દેશના વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી નરેન્દ્ર મોદીએ વ્યસ્તતામાં પણ સોમનાથ તિર્થ નજીક આવેલા ગૌ-લોકધામ તીર્થના વિકાસ માટે વિશેષ ધ્યાન આપ્યું છે. હરી અને હરની ભૂમિ એવા પ્રભાસ તીર્થમાં ગૌ-લોકધામને લોકો માત્ર વેદ પૂરાણો આધારે જ નહી પણ વૈજ્ઞાનિક તથ્યો સાથે જાણી અને માણી શકે તેવો કાયાકલ્પ કરવાની ઈચ્છા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ ટ્રસ્ટના એમના સહ-ટ્રસ્ટીઓ સાથે વ્યક્ત કરી હતી. ત્યારે વડાપ્રધાનના સૂચન મુજબ ટ્રસ્ટ દ્વારા ફરીથી નવું આયોજન કરીને કૃષ્ણ નિજધામ ગમન ભૂમિ પર વડાપ્રધાનના સૂચન મુજબ કામ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
કોરોના મહામારીના કારણે સોમનાથ ટ્રસ્ટની 119મી બેઠક 30 સપ્ટેબરના રોજ ડિજિટલ માધ્યમાથી મળી હતી. જેમાં તમામ ટ્રસ્ટીઓ જોડાયા હતા. PM મોદીની સૂચના છે કે, ગૌ-લોકધામ જે ભગવાન ક્રૃષ્ણની વિદાય ભૂમિ હોય સાથે વૈષ્ણવ સંપ્રદાયની પવિત્ર 84 બેઠકો પૈકીની અહીં આવેલી બેઠકમાં પાદૂકા, મંદિર ઘાટ, લક્ષ્મી નારાયણ મંદિર સહિતનો વિકાસ સૂચવ્યો છે. તો દ્વાપર યુગથી કળયુગ અને વૈકૂઠધામ સુધીની યાત્રાનો આ પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવશે. જેમાં વૈજ્ઞાનિક તથ્યો સાથે નિર્માણ કરવા તેમને સૂચના આપી છે. અગાઉ 90થી 100 કરોડના ખર્ચથી આ આયોજન હતું. જેમાં હવે નવીનીકરણ સાથે વિકાસ શરૂ કરવામાં આવશે.