ગુજરાત

gujarat

ETV Bharat / state

Cyclone Biparjoy Landfall Impact: સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ

બિપરજોય વાવાઝોડાનો ખતરો સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પરથી દૂર થયો છે પરંતુ વાવાઝોડા બાદની જે પરિસ્થિતિ છે તેનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. પોરબંદરથી લઈને સોમનાથ સુધી દરિયાકાંઠા વિસ્તારમાં આજે પણ ધીમીધારે વરસાદની સાથે પવન જોવા મળી રહ્યો છે હવામાન વિભાગે વાવાઝોડા બાદની પરિસ્થિતિ અંગે અનુમાન કર્યું હતું. આજે વહેલી સવારથી જુનાગઢ સોમનાથ સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં વહેલી સવારથી પવન સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો છે.

rain-with-strong-winds-in-most-districts-of-saurashtra-and-north-gujarat-after-cyclone-biparjoy
rain-with-strong-winds-in-most-districts-of-saurashtra-and-north-gujarat-after-cyclone-biparjoy

By

Published : Jun 16, 2023, 12:26 PM IST

ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ

ગીર સોમનાથ: બિપરજોય વાવાઝોડાનો ખતરો સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાંથી દૂર થયો છે પરંતુ વાવાઝોડા બાદ હવે પવન સાથે વરસાદ શરૂ થયો છે. જૂનાગઢ, ગીર સોમનાથ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વહેલી સવારથી પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. પવનનું પ્રમાણ સામાન્ય પવન કરતાં વધારે જોવા મળે છે. દરિયામાં પણ હાલ કરંટ જોવા મળી રહ્યો છે.

શાળા-કોલેજ બંધ:વાવાઝોડાની પરિસ્થિતિને લઈને સૌરાષ્ટ્રના તમામ મોટા ધાર્મિક સ્થાનો, પ્રાથમિકથી લઈને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની સાથે કોલેજનું શિક્ષણ કાર્ય પણ પાછલા ચાર દિવસથી બંધ જોવા મળે છે. ગઈકાલે સોમનાથ મંદિર એક દિવસ માટે તમામ ભાવિ ભક્તોના દર્શન માટે બંધ કરાયો હતો જેમાં હજુ પણ 24 કલાકનો વધારો કરીને આજે પણ દિવસ દરમિયાન સોમનાથ મંદિર શિવ ભક્તો માટે દર્શનને લઈને બંધ કરાયું છે. આજે દિવસ દરમિયાન તમામ ધાર્મિક વિધિ સનાતન ધર્મની પરંપરા મુજબ સોમનાથ મંદિરના પંડિતો પૂજારીઓ શાસ્ત્રોક્ત વિધિ સાથે કરશે.

મંદિરો પણ બંધ:બીજી તરફ પાછલા ચાર દિવસથી સમગ્ર જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાનું પ્રાથમિક માધ્યમિક અને કોલેજનું શિક્ષણ બંધ જોવા મળતું હતું જેમાં પણ હવે વધારો થયો છે અને આવતીકાલ સુધી તમામ શિક્ષણ કાર્ય જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લામાં બંધ રાખવાનો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. સંભવત શિક્ષણ કાર્ય છે તે સોમવારથી રાબેતા મુજબ બનતું જોવા મળશે તો જે મંદિરો બંધ છે. સોમનાથ ખોડલધામ આ મંદિરો આવતીકાલથી રાબેતા મુજબ ભક્તોને દર્શન માટે ફરી એક વખત વાવાઝોડાની પરિસ્થિતિને લઈને અંતિમ નિર્ણય બાદ ખોલવામાં આવશે.

કચ્છમાં ભારે વરસાદ: બિપરજોય વાવાઝોડા બાદ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. કચ્છમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. માંડવી અને આસપાસના વિસ્તારમાં 12 થી 13 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને લઈને રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ભારે પવન સાથે વરસાદથી માંડવીનું જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. કચ્છના નલિયાથી ભૂજ જવાના માર્ગ પર નદી-નાળા છલકાયા હતા.

  1. Cyclone Biparjoy Landfall: વાવાઝોડા-વરસાદને પગલે અનેક સ્કૂલ બંધ, ધંધા-રોજીરોટી પર માઠી
  2. Cyclone Biparjoy Landfall: વાવાઝોડા બાદ કચ્છના હાલ બેહાલ, 940 ગામમાં અંધારપટ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details