ગુજરાત

gujarat

ETV Bharat / state

2 વર્ષમાં જુદા જુદા શહેરોમાં 27 લોકોને નિશાન બનાવી 6.50 લાખની છેતરપિંડી આચરી, પોલીસે ઘરમાંથી ઝડપી પાડ્યો - ATM Card

ATMમાંથી પૈસા ઉપાડતા ન આવડતું હોય તેવા વૃદ્ધ અને અશિક્ષિત લોકોને શિકાર બનાવીને છેતરપિંડી કરતા ઠગને વેરાવળ પોલીસે 17 બેન્કના ATM Cards અને 2.50 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસ પૂછપરછમાં વેરાવળ, કોડીનાર, કેશોદ, જુનાગઢ, રાજકોટ, અમદાવાદ અને મુંબઈ સહિતના શહેરોમાં 27 જેટલા લોકોને શિકાર બનાવીને 6.50 લાખની છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું છે.

2 વર્ષમાં જુદા જુદા શહેરોમાં 27 લોકોને નિશાન બનાવી 6.50 લાખની છેતરપિંડી આચરી, પોલીસે ઘરમાંથી ઝડપી પાડ્યો
2 વર્ષમાં જુદા જુદા શહેરોમાં 27 લોકોને નિશાન બનાવી 6.50 લાખની છેતરપિંડી આચરી, પોલીસે ઘરમાંથી ઝડપી પાડ્યો

By

Published : Jun 6, 2021, 7:34 PM IST

  • પૈસા ઉપાડતા ન આવડતું હોય એવા વૃદ્ધ અને અશિક્ષિત લોકો સાથે છેતરપિંડી
  • વેરાવળના વૃદ્ધના ખાતામાંથી 85 હજાર જેટલી રકમ ઉપાડી લીધી હતી
  • પોલીસે CCTV Footages ના આધારે આરોપીને ઘરમાંથી ઝડપી પાડ્યો

ગીર સોમનાથ : વેરાવળમાં ATMમાંથી પૈસા ઉપાડતા ન આવડતું હોય એવા વૃદ્ધ અને અશિક્ષિત લોકોને શિકાર બનાવતા આંતરરાજ્ય ભેજાબાજ ઠગને સ્‍થાનિક પોલીસે ઝડપી પાડીને 27 જેટલી છેતરપિંડીના ગુનાનો ભેદ ઉકેલ્‍યો છે. વેરાવળ પોલીસે સર્વેલન્સ અને CCTVના આધારે ઠગને ઝડપી પાડીને તેની પાસેથી 1.50 લાખની રોકડ ઉપરાંત સોનાના દાગીના, મોબાઈલ સહિત રૂપિયા 2.50 લાખનો મુદામમાલ જપ્ત કર્યો છે. આ ઉપરાંત ઠગ પાસેથી જુદી જુદી બેન્કના 17 જેટલા ATM Cards પણ જપ્ત કર્યા છે. બે વર્ષમાં ઠગે વેરાવળ, કોડીનાર, કેશોદ, જુનાગઢ, રાજકોટ, અમદાવાદ અને મુંબઈ સહિતના શહેરોમાં 27 લોકોને શિકાર બનાવી રૂપિયા 6.50 લાખની છેતરપિંડી આચરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

ઠગ પાસેથી ઝડપાયેલો મુદ્દામાલ

છેતરપિંડીના બે કિસ્સાઓ

પોલીસે યોજેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, વેરાવળ તાલુકાના છાત્રોડા ગામે રહેતા રતનસિંહ દાદુભા જાડેજા ગત 29 એપ્રિલના રોજ સટાબજારમાં આવેલા SBI Bank ના ATM માં પૈસા ઉપાડવા ગયા હતા. તેમને પૈસા ઉપાડતા આવડતું ન હોવાથી અજાણ્યા શખ્સને પૈસા ઉપાડવા માટે ATM Card તથા પીન નંબર આપતા રૂપિયા 20 હજાર ઉપાડી આપ્યા હતા. તે સમયે પૈસા નીચે પડી જતા તેઓ લેવા માટે નીચે બેઠા હતા. આ સમય દરમિયાન અજાણ્‍યા શખ્‍સે તેમનું ATM Card બદલીને બીજા કોઈનું ATM Card આપીને જતો રહ્યો હતો. ત્યારબાદ 26 મે ના રોજ રતનસિંહ ફરી વખત પૈસા ઉપાડવા ATM માં જતા તેમનું કાર્ડ ગાયબ હોવાનું ધ્યાને આવ્યું હતું. આ અજાણ્યા શખ્સે તેમના ખાતામાંથી રૂપિયા 84,500 જેટલી રકમ જુદા-જુદા દિવસે ઉપાડી લીધી હતી. આવી જ રીતે વડોદરાના ડોડીયા ગામે રહેતા વાલજીભાઇ આંબેચરાનું પણ ATM Card કોઇ અજાણ્યા શખ્સે બદલીને રૂપિયા 1.20 લાખની રકમ ઉપાડી લીધા હતા. જે અંગે ગુનો પણ નોંઘાયેલો હોવાથી તપાસ શરૂ કરવામાં આવી હતી.

ભેજાબાજ ઠગ આ રીતે ઝડપાયો

રતનસિંહભાઇના ચોરી થયેલા ATM માંથી વેરાવળમાં સટાબજાર, પ્રકાશ કોમ્‍પલેક્ષ ઉપરાંત બસ સ્‍ટેશન ખાતે આવેલા SBI Bank ના ATM માંથી પૈસા ઉપાડવામાં આવ્યા હતા. જે વિગતના આધારે ATM ના CCTV Footages માંથી શંકાસ્‍પદ વ્‍યકિતની ઓળખ મેળવી હતી. બાતમીદારો મારફતે શંકાસ્‍પદ વ્‍યકિતની માહિતી મળતા સર્વેલન્‍સ સ્‍ટાફે સોનીબજારવાળી ગલીમાં કરીમભાઇના ભાડાના મકાનમાં રહેતા અસ્‍ફાક અબ્‍દુલગફાર પંજા (ઉં.વ.33) ને તેના ઘરેથી જ ઝડપી લીઘો હતો. તેની પાસેથી જુદી જુદી બેન્કોના 17 જેટલા ATM Cards તથા રૂપિયા 1.50 લાખ રોકડા, મોબાઇલ - 4, સોનાની લેડીઝ વિંટી - 7, સોનાની બુટી - 4, સોનાની જેન્‍ટર વિટી - 1, સોનાનો નથ અને દાણો - 1 મળી કુલ રૂ.2,52,347 નો મુદામાલ કબ્‍જે કરવામાં આવ્યો હતો.

ઠગનો ઇતિહાસ

આરોપી અસ્‍ફાકનો પરિવાર ઇન્‍દોરમાં રહેતો હતો અને તેણે ત્‍યાં જ ધોરણ 12 સુધી અભ્‍યાસ કર્યો હતો. તેની બહેનના લગ્‍ન વેરાવળમાં થતા અસ્‍ફાકનો પરિવાર 2002માં અહીં રહેવા આવી ગયો હતો. 2010માં તે પરીવાર સાથે મહારાષ્‍ટ્રના નાગપુર ખાતે વાડી વિસ્‍તારમાં નોકરીના કામ અર્થે ગયો હતો. જ્યાં 2 વર્ષ રહ્યા બાદ નાગપુરની પ્ર‍િતી બાઘડે નામની મરાઠી યુવતિ સાથે પ્રેમસંબંઘ બંધાતા તેણીને લઇને વેરાવળ આવીને મુસ્‍લિમ જમાત ખાતે લગ્ન કરીને તેણીનું નામ આફરીન રાખીને સાથે રહેતો હતો. તેને 6 વર્ષીય તાહા નામનો બાળક પણ છે. અસ્‍ફાક અહીં GIDC ની કેશોદવાલા, અનમોલ, વિન્‍સર, નુર નામની ફીશ કંપનીમાં નોકરી પણ કરતો હતો. કોરોનાના કારણે છેલ્‍લા 2 વર્ષથી કોઇ કામઘંઘો ન હોવાથી છેતરપિંડીના રવાડે ચડી ગયો હતો.

ABOUT THE AUTHOR

...view details