- 20 આગસ્ટે સોમનાથમાં કરવામાં આવશે અનેક કામોના ખાતમુર્હત
- 80 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા વિકાસકાર્યો
- વડાપ્રધાન મોદી-અમિત શાહ કરશે ખાતમુર્હત
ગીર-સોમનાથ: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમા 80 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા વિકાસકામોનું લોકાર્પણ અને સોમનાથ મંદિર પરિસરમાં બનાવેલા પાર્વતી માતાજીના મંદિરનું ખાતમુર્હત 20 ઓગસ્ટના રોજ મંદિર ટ્રસ્ટના અઘ્યક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રસ્ટી ગૃહમંત્રી અમીત શાહ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી રૂપાણી સહિતના મહાનુભાવો સોમનાથમાં હાજર રહેશે.
અનેક વિકાસકાર્યોના ખાતમુર્હત
યાત્રાઘામ સોમનાથમાં પ્રવાસીઓ માટે અનેક વિકાસકાર્યો કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના હેઠળ 80 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા વિકાસ કાર્યોનું 20 ઓગસ્ટે લોકાર્પણ-ખાતમુર્હતનો કાર્યક્રમ નકકી કરવામાં આવ્યો છે. સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી પી.કે.લ્હેરીએ જણાવે છે કે, સોમનાથ મંદિરની નજીક રૂપિયા 49 કરોડના ખર્ચે બનેલા અત્યાધુનિક સવા કીમી લાંબો સમુદ્રદર્શન વોક વેનું લોકાર્પણ, જુના સોમનાથ મંદિર તરીકે ઓળખાતા મહારાણી અહલ્યાદેવી મંદિરના નવીનીકરણ અંર્તગત થયેલ નવો ગેઇટ-પરીસરની કામગીરીનું લોકાર્પણ, સોમનાથમાં થતા તમામ ઘન કચરાનો નિકાલ કરવા માટેના તૈયાર થનાર વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ, સોમનાથ કલા કેન્દ્રમાં બનેલા પૌરાણિક સંગ્રહાલયનું લોકાર્પણ કરવામાં આવશે. તેમજ 30 કરોડના ખર્ચે સોમનાથ મંદિર પરીસરમાં બનનાર પાર્વતી માતાજીના મંદિરનું ખાતમુહર્ત થશે.