ગુજરાત

gujarat

ETV Bharat / state

રૂ'પાણી' સરકારના રાજમાં ઉનાળા પૂર્વે કળાપાણ ગામમાં પાણીનો કકળાટ

ગીર સોમનાથ જિલ્લાના કળાપાણ ગામના રહીશો પાણી માટે પોકાર કરી રહ્યા છે. 15 દિવસથી પીવાનું પાણી ન મળતા લોકોને કૂવાનું ખારૂં પાણી પીવાની ફરજ પડી છે. ઉનાળો શરૂ થયા પહેલા જ પાણીની આવી વિકટ પરિસ્થિતિ છે. તો ઉનાળો કઈ રીતે પસાર થશે, તેવી ચિંતા સ્થાનિકોને સતાવી રહી છે.

in-the-state-of-rupani-government-water-issue-found-in-kalapana-village-before-the-summer
લોકો કુવાનું ખારૂં પાણી પીવા મજબૂર

By

Published : Feb 25, 2020, 8:50 PM IST

ગીર સોમનાથઃ શિયાળો અંતિમ ચરણમાં છે અને ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થવાને ગણતરીના દિવસોની વાર છે. ગીરસોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કળાપાણ ગામના રહીશો પાણી માટે પોકાર કરી રહ્યા છે.

15 દિવસથી પાણી ન મળતા લોકોને કૂવાનું ખારૂં પાણી પીવાની ફરજ પડી રહી છે. ત્યારે ઉનાળાના આકરા તાપ પહેલા જ પાણીની વિકટ પરિસ્થિતિ હોય, તો ઉનાળો કઈ રીતે પસાર થશે તેની ચિંતા અત્યારથી જ સ્થાનિકોને થઈ રહી છે.

લોકો કુવાનું ખારૂં પાણી પીવા મજબૂર

ઉના તાલુકાના દિરિયાકિનારા નજીક આવેલા કાળાપાણ ગામમાં જતી પાણીની લાઈનમાં ક્યાંક ભંગાણ થતા ગામના રહીશોને 15 દિવસથી પાણી નથી મળી રહ્યું. જેના કારણે લોકોને કુવાનું ખારૂં પાણી પીવા મજબૂર બન્યા છે.

લોકો કુવાનું ખારૂં પાણી પીવા મજબૂર

કાળાપાણ ગામના રહીશોનું કહેવું છે કે, પશુઓ પણ ખારૂં પાણી પીતા નથી. એ ખારૂં પાણી લોકોએ રસોઈ માટે અને પીવા માટે ઉપયોગમાં લેવું પડે છે. જેના કારણે બાળકોમાં રોગચાળા વ્યાપવાનો ભય છે. જ્યારે બીજી તરફ રસોઈમાં પણ ખારા પાણીના કારણે અગવડતા પડી રહી છે. ચા ફાટી જવી અને રસોઈનું ન પાકવા જેવી સમસ્યાઓનો સામનો ગૃહિણીઓ કરી રહી છે.

લોકો કુવાનું ખારૂં પાણી પીવા મજબૂર

ઉલ્લેખનીય છે કે, સરકારી તંત્ર આ પાણીની પાઈપ લાઈનનું સમારકામ ચાલુ હોવાનો રાગ આલાપી રહ્યું છે. ત્યારે 15 દિવસથી લોકો કુવાનું ખારૂં પાણી ઉપયોગમાં લેવા મજબૂર બન્યા છે.

ABOUT THE AUTHOR

...view details