ગીર સોમનાથઃ યાત્રાધામ આવનારા યાત્રીઓ અને સ્થાનિકોને ETV BHARATએ વાત કરીને તેમને ગાંધીજયંતી સાથે લાલબહાદુર શાસ્ત્રીની જયંતી પણ છે. તે વિશે માહિતી છે કે, કેમ તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો. કારણ કે, જો વાલીઓ અને વડીલોને જ્ઞાન હશે તો જ લાલબહાદુર શાસ્ત્રીને આવનારી પેઢીના બાળકો ઓળખશે. જ્યારે આજના દિવસના મહત્વ વિશે પૂછવામાં આવ્યું ત્યારે કોઈપણ વ્યક્તિને આ બાબતે ખ્યાલ ન હતો. ત્યારે લાલબહાદુર શાસ્ત્રીને એમની યોગ્યતા પ્રમાણેનું સન્માન અને ખ્યાતિ આપવામાં અત્યાર સુધીની રાજ્ય અને કેન્દ્ર સરકારો નિષ્ફળ ગઈ હોય તે કહેવું ખોટું નહીં હોય.
ભારતના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઓક્ટોબર 1904ના રોજ થયો હતો. સામાન્ય પરિવારમાંથી સ્વતંત્રતા સંગ્રામ લડીને દેશના બીજા વડાપ્રધાન બનવા સુધી લાલ બહાદુર શાસ્ત્રીજીનું જીવન આદર્શ રાજનેતા બનવાનું પથદર્શક રહ્યું હતું. શાસ્ત્રી અને વિક્રમ સારાભાઈ સાથે મળીને દેશને ન્યુક્લિયર સ્ટેટ બનાવવા માટે સક્રિય રીતે વિચારાધીન હતા, પણ જ્યારે 1965ના ભારત-પાક યુદ્ધના સંપૂર્ણ અંત બાબતે સોવિયેત યુનિયનના તાશકન્ત ખાતે ભારત-પાક કરાર થયા બાદ જ્યારે શાસ્ત્રીનું રહસ્યમય મૃત્યુ થયું, ત્યારે કોઈપણ પોસ્ટમોર્ટમ કર્યા વિના તેમના દેહના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. તેવું ઘણા રિપોર્ટમાં કહેવાયું છે.