ગુજરાત

gujarat

ETV Bharat / state

સોમનાથ મંદિરમાં દર્શન માટે શું છે અલગ વ્યવસ્થા, જુઓ જનરલ મેનેજર સાથે ETV Bharatની ખાસ વાતચીત

કોરોના વાઇરસની મહામારીને લઇને તારીખ 19 માર્ચથી પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવનું મંદિર ભાવિકોના દર્શન માટે બંધ કરવામાં આવ્યું હતું. આજે સોમવારે 82 દીવસ બાદ દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લુ મુકાયું છે. જેમાં તારીખ 12 સુધી ગીર સોમનાથ જિલ્લાના ભાવિકો દર્શન કરી શકશે. ત્યારબાદ તારીખ 12 જુનથી સોમનાથ ઓ.આર.જી વેબસાઈટ પર સ્લોટ બૂકીંગ કર્યા બાદ જ જિલ્લા બહારના ભાવિકો દર્શન કરી શકશે.

ગીર સોમનાથ
ગીર સોમનાથ

By

Published : Jun 8, 2020, 2:55 PM IST

ગીર સોમનાથ : સોમનાથ મહાદેવના દર્શન માટે ભાવિકોમાં 65 વર્ષથી વધુ ઉંમરના તેમજ 10 વર્ષથી નીચેની ઉંમરનાને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. આ સાથે મંદિરમાં પ્રવેશથી બહાર નીકળવા સુધી ક્યાંય કોઈ ભાવિકોએ કોઈ વસ્તુ સ્પર્શ કરવાની નથી. તે સાથે માસ્ક, સેનેટાઈઝર અને થર્મલ ચેકીંગ કર્યા બાદ જ મંદિરમાં પ્રવેશ મેળવી શકાશે.

82 દીવસ બાદ દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લુ મુકાયું
બીજી તરફ મંદિરમાં બિલીપત્ર ,ગંગાજલ ફુલ સહિતની કોઈ પણ વસ્તુ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે અગાઉ 4 પ્રકારના પ્રસાદનું વિતરણ થતુ હતું. તેની બદલે હાલ પેકિંગમાં અપાતી માત્ર ચીકી જ પ્રસાદમાં આપવામાં આવશે. તો પ્રથમ દીવસે જ સોમનાથ મંદિરમાં હર હર અને ૐ નમ શિવાયના નાદ ગુંજ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details