ગીર સોમનાથ: ગત 4 તારીખે રામપરા વાડી વીસ્તારમાં રહેતા આધેડ દંપતી જેમાં રામભાઈ ભાદરકા તેમજ તેમના પત્ની લક્ષ્મીબેનની હત્યા કરેલી લાશ તેમના જ ઘરમાંથી મળી આવતા પોલીસે પ્રાથમીક તપાસમાં સ્થાનિકોના નીવેદનોના આધારે આ દંપતી એકલા રહેતા હોય તેમને સંતાનોમાં 4 પુત્રો હોય પરંતુ તે નજીકના બીજા ગામે રહેતા હોય ત્યારે તપાસમાં હત્યા સમેય ત્યાં જ હાજર એવા તેના પૌત્ર રોહીત પર તપાસનું ફોકસ કરતાં તેનું લોકેશન ત્યાં મળતાં તેની આકરી પુછપરછમાં તેણે ગુનો કબુલ્યો હતો.
ગીર સોમનાથમાં થયેલા ડબલ મર્ડર કેસનો ભેદ ઉકેલાયો, પૈસાની લાલચે પૌત્રએ કરી દાદા-દાદીની હત્યા - દાદા-દાદીની હત્યા
ગીર સોમનાથના રામપરા ગામે ગત 4 માર્ચે વૃદ્ધ દંપતીની હત્યાએ ચકચાર જગાવી હતી. ત્યારે ગણતરીના દિવસોમાં આ હત્યાનો ભેદ ઉકેલાયો છે. નરાધમ પૌત્રએ તેના સગા દાદા અને દાદીની હત્યા કરી હતી. ત્યારબાદ તેણે પોતાના પીતા સાથે દાદા-દાદીનો ખરાબ વ્યહવાર હોવાથી આ કર્યું હોવાનું કબુલ્યું હતું. મધ્ય રાત્રીએ કુહાડાના સંખ્યાબંધ ઘા મારી સોનાના દાગીના લુંટી પૌત્ર ફરાર થયો હતો. જેને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.
તેણે પોલીસ સમક્ષ સ્વીકાર કર્યો હતો કે, પોતાના પર કરજ વધ્યું હોય પૈસાની જરૂર હોય દાદા-દાદી એકલા રહેતા હોય તેમની પાસે ઘરેણા હોય માટે મધરાત્રે તે તીક્ષણ હથીયાર કુહાડો લઈ દાદા-દાદી પર હુમલો કરતાં બન્નેના ઘટના સ્થળે જ મોત નીપજેલ હતા. અંધારામાં જેટલા ઘરેણા હાથ આવ્યા તે લઈ ખાનગી ધીરાણ કંપનીમાં જઈ ઘરેણા ગીરવે મુકી પૈસા ઊપાડ્યા હતા, જે આધારે પોલીસે હાલ રોહીત ભાદરકાની મુદ્દામાલ સાથે ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. હત્યાની કલમ બાદ હવે લુંટની પણ કલમ સાથે પોલીસે તપાસ શરૂ કરી છે.