ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીર-સોમનાથમાં આંધ્રપ્રદેશના 5 હજાર માછીમારો ફસાયા, વતન જવા તંત્રને કર્યો અનુરોધ

આંધ્રપ્રદેશના 5000 જેટલા માછીમારો ગીરસોમનાથમાં ફસાયા છે. આ બઘા માછીમારો ગીર સોમનાથમાં માછીમારી કરવા આવ્યાં હતાં. માછીમારો પોતાના રાજ્યમાં અને ઘરે જવા સરકારને વિનંતી કરી રહ્યાં છે. જ્યારે એક માછીમારનું હ્રદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે.

ગીરસોમનાથમાં આંધ્રપ્રદેશના 5 હજાર માછીમારો ફસાયા, વતન જવા તંત્ર સામે માગ
ગીરસોમનાથમાં આંધ્રપ્રદેશના 5 હજાર માછીમારો ફસાયા, વતન જવા તંત્ર સામે માગ

By

Published : Apr 24, 2020, 10:24 PM IST

Updated : Apr 25, 2020, 11:32 AM IST

ગીર સોમનાથઃ દેશભરમાં લાગુ કરાયેલા લોકડાઉનને કારણે ગુજરાતના ગીરસોમનાથમાં માછીમારી કરવા આવેલા આંધ્રપ્રદેશના હજારો માછીમારો ફસાયા છે, ત્યારે જેમાંના 1 માછીમારનું હ્રદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે.

ગીરસોમનાથમાં આંધ્રપ્રદેશના 5 હજાર માછીમારો ફસાયા, વતન જવા તંત્ર સામે માગ

માછીમારો ગીરસોમનાથમાં માછીમારી કરવા આવ્યાં હતાં. તે દરમિયાન લોકાડાઉન થઇ જતા તેઓ ગીરસોમનાથમાં ફસાયા છે. જેમાંથી એક માછીમારનું હદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે. ગુજરાતમાં ફસાયેલા આંધ્રપ્રદેશના 5000 માછીમારો ઘરે જવા માટે સરકારને વિનંતી કરી રહ્યાં છે.

નોંધનીય છે કે, રાજસ્થાનમાં આ રીતે ફસાયેલા વિદ્યાર્થીઓને પોત પોતાના રાજ્યમાં મોકલવામાં આવ્યાં હતાં. કોટામાં વિવિધ રાજ્યોના વિદ્યાર્થી લોકડાઉન હોવાથી ફસાયા હતા. જેઓ હાલ પોત-પોતના રાજ્ય અને ઘરે પહોંચી ગયા છે, તો આ માછીમારો કેમ નહીં?

Last Updated : Apr 25, 2020, 11:32 AM IST

ABOUT THE AUTHOR

...view details