ગુજરાત

gujarat

ETV Bharat / state

વેરાવળમાં ફેકટરીના પૂર્વ કર્મચારીએ કરી રૂપિયા 4 લાખ ભરેલી તિજોરીની ચોરી - સોમનાથ

વેરાવળ જીઆઈડીસીમાં આવેલી ખાનગી ફિસીંગ કંપનીની ઓફીસમાંથી તિજોરી સાથે 4 લાખની ચોરી કરી ચાર ચોરોની ટોળકી ફરાર થઈ ગઈ હતી. ફુલપ્રુફ પ્લાન સાથે કરેલી આ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે ચારેય આરોપીઓને 4.10 લાખ રોકડ સહિત તમામ મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. સીસીટીવીની મદદથી ક્રાઈમબ્રાંચે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

Former employee of factory in Veraval has stolen 4 lakh filled vault
ફેકટરીના પૂર્વ કર્મચારીએ કરી રૂપિયા 4 લાખ ભરેલી તિજોરીની ચોરી

By

Published : Feb 15, 2020, 3:07 AM IST

Updated : Feb 15, 2020, 5:19 AM IST

ગીર સોમનાથઃ વેરાવળમાં જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કેસર લોક ફિસ કંપનીમાં ગત તા. 7 ફેબ્રુઆરીના રોજ મધરાત્રે ચોરીની ઘટના બની હતી. જેમાં કંપનીના ઊપરના માળે આવેલી ઓફીસમાં 4 ઈસમો ઘુસ્યા હતા. તેઓ તેમની સોથે લોખંડ કટર, બે પ્રકારના સ્પ્રે અને તેજાબની બોટલ આવ્યા હતા. તિજોરી કાપવાના કટર લોક ન ખુલતા આખી તિજોરી ઊઠાવી ગયા હતા.

ફેકટરીના પૂર્વ કર્મચારીએ કરી રૂપિયા 4 લાખ ભરેલી તિજોરીની ચોરી

આસપાસની ફેક્ટરીઓના સીસીટીવી આધારે પોલીસે તપાસ કરતા વેરાવળની જૂની સોમનાથ ટોકીઝ વિસ્તારમાં રહેતા અને અગાઉ આજ કંપનીમા નોકરી કરી ચુકેલા હાજી કેશરીયા, અસ્લમ સૈયદ, આફતાબ પટ્ટણી અને સજાદ બેલીમને બે બાઈક, કટર મશીન, હથોડી, સ્પ્રે, મોબાઈલ, તિજોરી અને રૂપિયા 4.10 લાખ રોકડા સહિત કુલ મળીને 5 લાખના મુદ્દામાલ સાથે 4 આરોપીઓને ઝડપી લીધા છે. આ કેસની તપાસ ગીર સોમનાથ ક્રાઈમ બ્રાંચ દ્રારા કરવામાં આવી હતી.

ફેકટરીના પૂર્વ કર્મચારીએ કરી રૂપિયા 4 લાખ ભરેલી તિજોરીની ચોરી

આ બનાવમાં મુખ્યત્વે શોર્ટકટમાં પૈસા બનાવવા માટે ચારેય આરોપીઓએ ચોરી કરવાની પ્રાથમિક કબૂલાત કરી છે, પોલીસ આરોપીઓની અન્ય કોઈ ગુનાહિત પ્રવૃતિમાં સંડોવણી છે કે, કેમ તે બાબતે તપાસ કરી રહી છે.

ફેકટરીના પૂર્વ કર્મચારીએ કરી રૂપિયા 4 લાખ ભરેલી તિજોરીની ચોરી
Last Updated : Feb 15, 2020, 5:19 AM IST

ABOUT THE AUTHOR

...view details