ગુજરાત

gujarat

ETV Bharat / state

શ્રાવણના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવ પર મેઘરાજનો જળાભિષેક

ગીર સોમનાથ: હિંદુઓના પવિત્ર અને પાવન ગણાતા એવા શ્રાવણ મહિનાનો આજથી પ્રારંભ થયો છે. શિવ ભક્તો શિવાલયોમાં શિવની પૂજા અર્ચના કરે છે. ત્યારે દેશના પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા. સોમનાથમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે મેઘરાજાએ મહાદેવનો જળાભિષેક કર્યો હતો.

gir somnath

By

Published : Aug 2, 2019, 10:50 AM IST

સોમનાથ ભારે વરસાદ અને પવનના કારણે યાત્રિકોમાં ઘટાડો જોવા મળ્યો હતો. ભક્તોએ વરસાદના અમીબિંદુ સાથે મહાદેવના દર્શનનો લાભ લીધો હતો. સાથે જ મહાદેવ ઉપર મેઘરાજના અભિષેકના આહલાદક દ્રશ્યનો લાભ લીધો હતો.

શ્રાવણના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવ ઉપર મેઘરાજનો જળાભિષેક

સોમનાથમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે જાણે ભગવાન સોમનાથનો અભિષેક કરવા સ્વયં મેઘરાજ પધાર્યા હોય તેવુ દ્રશ્ય સર્જાયું હતું. ભારે વરસાદના કારણે ભાવિકોમાં ધટાડો જોવા મળ્યો હતા. સોમનાથ મહાદેવની પ્રાતઃ પૂજા સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે.લેહરી દ્વારા કરવામાં આવેલ હતી. મહાદેવને પંચામૃતનો અભિષેક કરવામાં આવ્યો હતો. સોમનાથ મહાદેવને પ્રથમ શૃંગાર કેસરી પીતાંબર અને ગુલાબના હારનો કરવામાં આવ્યો હતો. જેને જોઈને ભાવિકો અભિભૂત થયા હતા.

શ્રાવણ માસની શરૂઆતમાં જ મહાદેવે ખેડૂતો અને ગીરસોમનાથના લોકોની વરસાદની રાહ સમાપ્ત કરી હતી. સૌથી વધુ વરસાદ કોડીનારમાં 3.5 ઇંચ જેટલો નોંધાયો હતો.

ABOUT THE AUTHOR

...view details