ગ્રહણનો વેધ બેસવાનો સમય 16 તારીખના 4 વાગ્યાનો પંચાંગ મુજબ જોવા મળે છે. જેની અસરથી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર તેમજ સોમનાથ ટ્રસ્ટ હસ્તકના અન્ય તમામ મંદિરોમાં જેવા કે ભાલકા તીર્થ, ગીતા મંદિર, શ્રીકૃષ્ણ પાદુકા મંદિર જેવા તમામ મંદિરમાં 16 તારીખના બપોરે 04:00 વાગ્યાથી કોઇપણ પ્રકારની પૂજાવિધિ કરવામાં આવશે નહિ. તેમજ આ તમામ મંદિરોમાં સાંજની આરતી પણ બંધ રહેશે.
જાણો ચંદ્રગ્રહણની સોમનાથ મંદિર પર શું થશે અસર
ગીરસોમનાથ: 16 અને 17 તારીખ વચ્ચે ખગ્રાસ ચંદ્રગ્રહણ થવાનું છે, ત્યારે શાસ્ત્રોક્ત રીતે નોંધનીય આ ગ્રહણને લઈ સોમનાથ મંદિરમાં કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ગ્રહણનો વેધ બેસે ત્યારથી ગ્રહણના ક્ષય સુધી સોમનાથ મંદિરમાં તમામ પૂજા તથા આરતીના કાર્યો બંધ રહેશે. જોકે મંદિર શ્રદ્ધાળુઓ માટે રાબેતા મુજબ ખુલ્લું મુકવામાં આવશે.
સોમનાથ મંદિર પર શું થશે અસરો
આ ગ્રહણનો વેધ 16 તારીખે 4 વાગ્યાથી અસરમાં આવશે તેમજ મધ્યરાત્રીએ 1:30 કલાકે આ ગ્રહણનો સ્પર્શ થશે.17 તારીખે વેહલી સવારે આ ગ્રહણનો ક્ષય થશે.ગ્રહણ કાળ દરમિયાન ભગવાનના કરેલા જપ અને મંત્રોચ્ચાર અનેક ગણું પુણ્ય આપનાર છે તેવું માનવામાં આવે છે.
Last Updated : Jul 16, 2019, 5:43 AM IST