ગુજરાત

gujarat

ETV Bharat / state

મોદીનો વનસાઈડ લવ, મોદી મારા ઘરે જમી જાય છે પણ મને જમાડતા નથીઃ એહમદ પટેલ

ગીર સોમનાથઃ જિલ્લાના ઉનામાં અહેમદ પટેલે સભા ગજવી મોદી ભાજપ અને અમિતશાહ પર આકરા પ્રહાર કર્યા હતા. અહેમદ પટેલે કહ્યું હતું કે, મોદીનો વન સાઈડ લવ છે. નરેન્દ્ર મોદી તેમને મિત્ર કહે છે અને તેમના ઘરે જમે પણ તેમને ન જમાડે.

સ્પોટ ફોટો

By

Published : Apr 21, 2019, 10:23 AM IST

લોકસભા ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે, ત્યારે જૂનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસે પ્રચંડ પ્રચાર શરૂ કર્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલે ગીર સોમનાથના ઉનામાં સભા સંબોધી હતી. મોદી અને શાહ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, ‘‘મોદીજી કહે છે હું તેમનો મિત્ર છું, આ વન સાઈડ ઇલુઇલું છે. તે મારા ઘરે એક વખત જમી પણ ગયા પણ તેમણે મને ન જમાડયો. અરે તે અડવાણીને ન જમાડે એ મને શું જમાડે.’’ આ પ્રકારના આકરા પ્રહારો કરતા અહેમદ પટેલે અડવાણીના મુદ્દે મોદી અને ભાજપને આડે હાથ લીધા હતા.

મોદી મારા ઘરે જમી જાય છે પણ મને નથી જમાડતાઃ એહમદ પટેલ

અહેમદ પટેલે અમિત શાહ અને ભાજપને આડે હાથ લેતા કહ્યું કે અમિત શાહ ગાંધીનગરમાં આતંકવાદની વાતો કરે છે, ખેડૂતો અને બેરોજગારોની નહીં. પઠાણકોટ સહિત અનેક હુમલાને યાદ કરાવે છે. તેમણે એઈરસ્ટ્રાઇકનું નામ લીધા વિનાજ કહ્યું કે, કોંગ્રેસની સરકાર હતી ત્યારે સૈનિકોએ 1971માં પાકિસ્તાનના બે ટુકડા કર્યા હતા અને બાંગ્લાદેશ બન્યું હતું. પઠાણકોટ હુમલા અને અન્ય હુમલાઓને યાદ કરાવી પટેલે વધુમાં કહ્યું કે, મસુદ અઝહરને કોને છોડ્યો હતો ? પાછા ISISને તપાસ કરવા બોલાવે છે. મોદી પર નિશાન સાધતા કહ્યું કે, ‘‘તમે વગર આમંત્રને ઇલુઇલું કરવા પાકિસ્તાન પહોંચી જાવ છો. ચીનના પ્રધાન સાથે જુલા અને ફાફડા ખાવ છો બધારાજ્યમાં મેટ્રો ટ્રેન છે અહીંયા શું કર્યું ? પાછા જાપાનના વડાને ઉદ્ઘાટનમાં બોલાવો છો.’’

તેમણે સભા દરમિયાન વધું પ્રહાર કરતા કહ્યું હતું કે, ‘‘વડાપ્રધાને તેમની જાતને સરદાર સાથે સરખાવવી છે પરંતુ તેના માટે હજાર જન્મ પણ ઓછા પડે.’’

ABOUT THE AUTHOR

...view details