ગીર સોમનાથઃ ગીર સોમનાથ જિલ્લામાં ધન્વંતરિ આરોગ્ય રથ દ્રારા 2.39 લાખ લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. જેમાં 32 રથ દ્રારા જિલ્લાના તમામ 6 તાલુકાઓમાં 3112 વિસ્તાર અને ગામડાઓને આવરી લેવાયા હતા.
ગીરસોમનાથ: ધન્વંતરિ રથ દ્વારા 2.39 લાખ લોકોની આરોગ્ય તપાસ કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ધન્વંતરિ આરોગ્ય રથ દ્રારા 2.39 લાખ લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી.
ગીર સોમનાથ જિલ્લામાં કોવિડ-19ના સંક્રમણને અટકાવવા તંત્ર દ્રારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. કોરોનાને લઈ આરોગ્ય વિભાગ દ્રારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જિલ્લામાં 32 ધન્વંતરિ રથ સાથે 1- મેડીકલ ઓફીસર, 1- ફિમેલ હેલ્થ વર્કર, 1- ફાર્માસીસ્ટ સહિતની ટીમ સાથે 3112 વિસ્તાર અને ગામડાઓમાં ફરી 2,39,482 લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી.
જેમાં તાવના દર્દી-8482, કફ શરદીના દર્દી-33,088, ડાયાબીટીસના 7099, હાઈ બ્લડપ્રેશરના 8382 અન્ય બિમારીના 1,75,868 દર્દીને સારવાર આપવામા આવી હતી. તેમજ 1214 દર્દીને રીફર કરવામાં આવ્યા હતા. 189 દર્દીના મેલેરીયા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 2761 શંકાસ્પદ દર્દીના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 110 દર્દીના ટેસ્ટ પોઝિટિવ આવતા તેઓને સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા.