જૂનાગઢ લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસ પક્ષને બે ફટકા પડ્યા છે. જેમાં માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા ભાજપમાં જોડાયા છે.તો તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડને ખનીજ ચોરી મામલે સજા બાદ આવેલ રાજકીય સંકટ વધતાલોકસભા ચૂંટણી પૂર્વે જ તેમની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી.
ગીરસોમનાથમાં લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું
ગીરસોમનાથઃ જિલ્લાની આગામી 13 જૂનાગઢ લોકસભા અને સંભવીત તાલાલા વિધાનસભાની પેટા ચૂંટણી પૂર્વે કોંગ્રેસ પક્ષે કાર્યકર્તાઓનું સંમેલન યોજવામાં આવ્યું હતું. ત્યારે આ સંમેલનમાં લોકસભા પૂર્વે જવાહર ચાવડા ભાજપમાં જોડાયા તો ભગવાન બારડનું સસ્પેન્શન ઉડીને આંખે વળગ્યું હતું. કાર્યકરોની પાંખી હાજરીમાં પુંજા વંશે ચૂંટણીના કામે લાગવા કાર્યકરોને અપીલ કરી હતી.
સ્પોટ ફોટો
પુંજા વંશ કોંગ્રેસના ઉનાના સીટીંગ ધારાસભ્ય છે. આ સાથે સંભવીત લોકસભાની યાદીમાં પણ તેમનુંનામ મોખરે છે. ત્યારેપુંજા વંશે પાર્ટી જેને પણ ટીકીટ આપશે તેમાં જૂનાગઢ લોકસભા તેમજ સંભવીત તાલાલા પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસ ભારે બહુમતી સાથેવિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.