જ્યાં કોરોના વાઇરસની પરિસ્થિતિ વધારે ગંભીર હોય ત્યાં રેડ ઝોન, જો પરિસ્થિતિમાં સામાન્ય હોય તો ઓરેન્જ ઝોન અને પરિસ્થિતિ કાબૂ હોય ત્યાં ગ્રીન ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લો હાલ ગ્રીન ઝોનમાં આવતા દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટરે આવતીકાલથી જિલ્લામાં વાણંદની દુકાનો, બ્યુટી પાર્લર, સ્પા કેન્દ્રો અને લગ્ન પ્રસંગ જેવા ધાર્મિક પ્રસંગોને ઉજવવા માટે નિયમોને આધારિત છૂટછાટ આપી છે.
દેવભૂમિ દ્વારકામાં આજથી સલૂન ખુલશે, નિયમો મુજબ લગ્ન પ્રસંગો યોજી શકાશે
દેવભૂમિ દ્વારકા જિલ્લો હાલ ગ્રીન ઝોનમાં આવતા દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટરે આજથી જિલ્લામાં વાણંદની દુકાનો, બ્યૂટિ પાર્લર, સ્પા કેન્દ્રો અને લગ્ન પ્રસંગ જેવા ધાર્મિક પ્રસંગોને ઉજવવા માટે નિયમોને આધારિત છૂટછાટ આપી છે.
દેવભૂમિ દ્વારકામાં કાલથી વાણંદની દુકાનો ખુલશે, નિયમો મુજબ લગ્ન પ્રસંગો યોજી શકાશે
બ્યુટી પાર્લર અને વાણંદની દુકાનો નિયમો પ્રમાણે સવારે સાતથી બપોરે બે સુધી દુકાન ખુલી રાખવામાં આવશે. તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવી આખી દુકાનને સેનિટાઈઝ કર્યા બાદ જ ખુલ્લી રાખી શકાશે. તેમજ કોઈ પણ લોકોને લગ્ન પ્રસંગ હોય તો પ્રસંગ દરમિયાન માત્ર 50 સભ્યોને જ સોશિયલ ડિસ્ટન્સ જાળવી બોલાવી શકાશે. વાહનો માટે માત્ર બેની જ મંજૂરી આપવામાં આવી છે. તેમજ પ્રસંગ દરમિયાન ભોજન સમારંભની બિલકુલ મનાઈ ફરમાવવામાં આવી છે.
Last Updated : May 6, 2020, 11:01 AM IST