ગીર સોમનાથ : કોરોના લોકડાઉનમાં સગવડ ધરાવતા લોકોએ તો વ્યવસ્થાઓ કરી લીધી હોય છે, પરંતુ કાયમી મહેનત મજુરી કર્યા પછી જમવાનું મેળવતા ગરીબો પર આભ ફાટ્યું હતું. રાજ્યની જેમ ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ સેવાભાવીઓ આવા લોકોની વહારે પહોંચ્યા છે.
લોકડાઉનના 13માં દિવસે સૌરાષ્ટ્રના શ્રમિકો માટે હરિહર ભોજનની વ્યવસ્થા કરાઇ
કોરોના સંકટના કારણે 21 દિવસ લાંબા લોકડાઉનમાં સૌરાષ્ટ્રના સેવાભાવીઓ કોઈને ભુખ્યા સુવા નથી દેતાં. સામાન્ય ઘરના યુવકો રૂપિયા એકઠા કરી અને સ્લમ વિસ્તારોમાં અતી ગરીબ લોકો અને ઝૂપડપટ્ટીઓમાં પણ બે ટાઈમ ભોજન માટે હાકલ કરે છે. "ચાલો હરીહર કરવા" આ સાંભળી ભુખ્યાઓ ભોજન આપનાર આ લોકોને જાણે ઈશ્વર માની એમનો આભાર માને છે, ત્યારે વેરાવળમાં બાપજી ટ્રસ્ટ દ્વારા ગરીબ લોકોને બે સમયનું ભોજન આપવામાં આવી રહ્યું છે.
સૌરાષ્ટ્રના શ્રમિકો માટે હરિહર ભોજનની વ્યવસ્થા કરાઇ
વેરાવળમાં બાપજી ટ્રસ્ટ જે એમ્બ્યુલન્સ સેવા આપે છે, તેમના દ્વારા આવા ગરીબો જેનુ જીવન ખોરવાયું છે તેમના માટે તેમના રહેઠાણો પર જઈ સવારે ચા બપોરે જમવાનું ફરી 5 કલાકે ચા અને રાત્રે જમવાનું આમ દીવસ ભર સતત તેમના સ્થાનો પર જઈ જમાડી સેવા પુરી પાડે છે.