ગુજરાત

gujarat

વેરાવળમાં વધુ એક વ્યક્તિ કોરોના પોઝિટિવ આવતા જિલ્લા તંત્ર સર્તક

By

Published : Jun 12, 2020, 6:47 AM IST

ગીર સોમનાથના મુખ્ય મથક વેરાવળમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેના કારણે જિલ્લા વહીવટી તંત્ર સર્તક બન્યું છે. કોરોના પોઝિટિવ દર્દીના વિસ્તારમાં વસવાટ કરતા લોકોની આરોગ્ય તપાસ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

corona case in gir somnath
corona case in gir somnath

ગીર સોમનાથઃ કોરોના વાઇરસથી સમગ્ર વિશ્વ પ્રભાવિત થયું છે. ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે વધુ એક દર્દી કોરોના પોઝિટિવ આવતા જિલ્લા વહીવટી તંત્ર સર્તક થયું છે. વેરાવળના ખડખડ વિસ્તારના શેરી નંબર-1ના કૃષ્ણનગરના રહેવાસી 55 વર્ષીય પુરૂષનો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને વેરાવળની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

કોરોનાગ્રસ્ત દર્દીના ઘરની આજુબાજુના લોકોના આરોગ્ય તપાસ કરવામાં આવી

આ કોરોનાગ્રસ્ત દર્દી અમદાવાદની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. કોરોનાગ્રસ્ત દર્દીના ઘરની આજુબાજુના લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની 5 ટીમ દ્વારા 232 ઘરના 718 વ્યક્તિઓની આરોગ્યની તપાસ અને સ્ક્રિનીંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ આ વિસ્તારમાં લોકો અવરજવર ન કરે તે માટે પોલીસ જવાન ફરજ બજાવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details