ગુજરાત

gujarat

ETV Bharat / state

Ayodhya Ram Temple: અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રભાસ તીર્થ ક્ષેત્રના જળથી થશે અભિષેક

સોમેશ્વર મહાદેવથી રઘુનાથ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામને પ્રભાસ તીર્થ ક્ષેત્રના પવિત્ર જળ અને પૂજન સામગ્રીની સાથે 3.5 કરોડ રામ નામ મંત્ર લેખન પોથી વિધિવત રીતે અયોધ્યા ખાતે મહંત નૃત્ય ગોપાલદાસને સોમનાથ મંદિરના પૂજારી અને અન્ય અધિકારીઓએ સુપ્રત કરીને 22મી તારીખે થઈ રહેલા ભગવાન શ્રીરામના નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અર્પણ કરીને સોમેશ્વર મહાદેવ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના ધર્મ કાર્યમાં હાજરી રૂપે તમામ સામગ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા અર્પણ કરવામાં આવી છે.

abhishekam-will-be-done-with-the-water-of-prabhas-tirtha-kshetra-in-prana-pratishtha-mohotsav-of-ayodhya-ram-temple
abhishekam-will-be-done-with-the-water-of-prabhas-tirtha-kshetra-in-prana-pratishtha-mohotsav-of-ayodhya-ram-temple

By ETV Bharat Gujarati Team

Published : Jan 16, 2024, 9:37 PM IST

અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રભાસ તીર્થ ક્ષેત્રના જળથી થશે અભિષેક

સોમનાથ:22 તારીખ અને સોમવારના દિવસે અયોધ્યા ખાતે સાડા પાંચ હજાર વર્ષનો સનાતન ધર્મનો ઇતિહાસ પુનર્જીવિત થવા જઈ રહ્યો છે. જેમાં સમગ્ર વિશ્વના સનાતનનીઓ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે હાજરી આપવાના છે. ભારત વર્ષમાં આયોજિત થનારો ધર્મનો આ અતિ પવિત્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભગવાન શ્રીરામને નૂતન મંદિરમાં પ્રવેશ કરતી વખતે દેવાધિદેવ મહાદેવ અને તેમાં પણ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પવિત્ર જળો અને નૈવેધથી રઘુનાથનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પરિપૂર્ણ થાય તે માટે અલગ અલગ પવિત્ર જળ અને અન્ય સામગ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટના અધિકારીઓ અને પુજારી દ્વારા અયોધ્યામાં નૃત્ય ગોપાલદાસને અર્પણ કરીને શ્રીરામના લોકાર્પણ થવા જઈ રહેલા નૂતન મંદિરમાં સોમનાથ ટ્રસ્ટે સોમેશ્વર મહાદેવની હાજરીમાં સમગ્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થાય તે માટે તેમની સહભાગીતા દર્શાવી છે.

3.5 કરોડ રામ નામ લેખન મંત્ર

પ્રભાસ તીર્થ ક્ષેત્રનું જળ:સોમનાથ મંદિરના પૂજારીઓ દ્વારા પ્રભાસ તીર્થ ક્ષેત્રના પવિત્ર જળ ત્રિવેણી સંગમ રત્નાકર સમુદ્ર જળ પ્રભાસ આદિત્ય પ્રભાસની સાથે બ્રહ્મ, વિષ્ણુ અને સૂર્ય કુંડનું જળ પણ રઘુનાથના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અભિષેક માટે વિશેષ મોકલવામાં આવ્યું છે. સૌથી મહત્વની વાત સોમગંગા જળ પણ રઘુનાથને અર્પણ કરાયું છે. શિવ ભક્તો દ્વારા મહાદેવ પર અર્પણ થયેલું જળ ગંગા સ્વરૂપે પ્રાપ્ત થાય છે તેને શુદ્ધ કરીને સોમગંગા તરીકે પણ અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા થનાર ભગવાન શ્રીરામના જળાભિષેક માટે પણ અર્પણ કરવામાં આવ્યું છે.

પ્રભાસ તીર્થ ક્ષેત્રનું જળ

3.5 કરોડ રામ નામ લેખન મંત્ર:સોમનાથ ટ્રસ્ટના ચેરમેન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રભાસ તીર્થક્ષેત્રમાં આવેલા રામ મંદિરમાં રામ નામ લેખન મહાયજ્ઞની શરૂઆત કરાવી હતી તે દિવસે સવા કરોડ મંત્ર લેખન જાપનો સંકલ્પ કરવામાં આવ્યો હતો પરંતુ 80 દિવસના મહાયજ્ઞ માં 3.5 કરોડ જેટલા રામનામ મંત્ર લેખન દેશની સાથે વિદેશની મળીને કુલ આઠ ભાષામાં કરવામાં આવ્યું છે. 3.5 કરોડ રામનામ મંત્ર લેખન જાપની પોથી પણ નૃત્ય ગોપાલદાસને અર્પણ કરવામાં આવી છે. જેની તામ્રપત્ર પર ચાંદીના પરત સાથે સુવર્ણ અક્ષરોથી રામ નામ સંસ્કૃતમાં લખીને તેમને સાદર સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા અર્પણ કરવામાં આવી છે.

  1. Ram Mandir: ભારત કા બચ્ચા બચ્ચા, જય શ્રી રામ બોલેગા ! વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં રામ મંદિરનો ઇતિહાસ ભણાવાશે
  2. Harsh Sanghvi Surat Visit: સુરત ઈચ્છાનાથ મહાદેવ મંદિરમાં પહોંચ્યાં ગૃહપ્રધાન હર્ષ સંઘવી, કારણ આવું હતું

ABOUT THE AUTHOR

...view details