- શ્રાવણ મહિનાનો સોમવાર અને જન્માષ્ટમીનો આજે સર્જાયો છે પવિત્ર સંયોગ
- સોમનાથ મહાદેવને શિશ ઝુકાવવા મોટી સંખ્યામાં શિવભક્તો રહ્યા હાજર
- વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં શિવભક્તો દર્શન માટે કતારબંધ ઉભા જોવા મળ્યા
સોમનાથ: આજે પવિત્ર શ્રાવણ મહિનો ચોથો સોમવાર અને જન્માષ્ટમીનો પાવન અવસર છે આ પ્રસંગે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શિવભક્તોએ હાજરી આપી હતી. વહેલી સવારથી જ મહાદેવના દર્શન કરીને શિવ ભક્તોએ શ્રાવણ માસના સોમવારને સાથે જન્માષ્ટમીના તહેવારની પણ ઉજવણી કરી હતી. આ વખતે શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર હોવાને કારણે પણ શિવ ભક્તોમાં શિવ મહિમા અને દર્શનને લઈને ભારે ઉમળકો જોવા મળી રહ્યો હતો.
આ પણ વાંચો :Tokyo Paralympics : ભારતની બેટી અવની લેખારાએ ઇતિહાસ રચ્યો, ટોક્યો પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો