ગુજરાત

gujarat

ETV Bharat / state

WORLD ENVIRONMENT DAY: ગીર પંથકના વયોવૃદ્ધ 91 વર્ષીય દામબાપાનું પર્યાવરણ બચાવવાનું કાર્ય દરેકને વૃક્ષારોપણ માટે આપે છે પ્રેરણા - gir somnath gir area

સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મીંગની અસરોથી ઘેરાયુ હોવાથી સમયાંતરે તેની અસર વાતાવરણમાં થતા ફેરફારો જોવા મળે છે. આ પરિસ્‍થ‍િતિની પાછળ પૃથ્વી પર દિન-પ્રતિદીન થતી વૃક્ષોની કપાત અને તેનાથી નષ્ટ થઇ રહેલું પર્યાવરણ કારણભુત છે. આજે પર્યાવરણ દિને અન્‍ય લોકો માટે પ્રેરણા સમાન બનેલા ગીર પંથકના દામબાપા કે જેમણે પ્રકૃતિ અને પર્યાવરણ જાળવવા પોતની જાત ઘસી આપબળે 400થી વધુ વૃક્ષોનું જળસંચય થકી સંવર્ધન કરી હરિયાળી ક્રાંતિ માટે પ્રેરણારૂપ કાર્ય કરી રહ્યા છે.

ગીર પંથકના વયોવૃદ્ધ 91 વર્ષીય દામબાપાનું પર્યાવરણ બચાવવાનું કાર્ય દરેકને વૃક્ષારોપણ માટે આપે છે પ્રેરણા
ગીર પંથકના વયોવૃદ્ધ 91 વર્ષીય દામબાપાનું પર્યાવરણ બચાવવાનું કાર્ય દરેકને વૃક્ષારોપણ માટે આપે છે પ્રેરણા

By

Published : Jun 5, 2021, 10:09 AM IST

  • ગીર વિસ્તારમાં રહેતા વૃદ્ધ દામબાપએ આપબળે 400થી વઘુ વૃક્ષોનું જળસંચય થકી સંવર્ધન કર્યુ
  • સમગ્ર પ્રાણી જગત ઇશ્વરને આધીન છે
  • સૌ કોઇએ સમજીને પ્રકૃતિ પ્રત્યે પોતાનુ યોગદાન આપવું ખુબ જરૂરી છે

ગીર સોમનાથઃ આંકોલવાડી ગીર ગામમાં નવ દાયકા પુર્વે જન્મેલા દામજીભાઇ સાવલીયા આજે જમાનાના અનેક પડાવોને પાર કરે છે. જે દરમિયાન તેમણે સામાજીક અને પર્યાવરણ માટે કરેલી સેવા પ્રવૃતિના લીધે આજે તેઓ આંકોલવાડી ગામ સહિત પંથકમાં દામબાપાના હુલામણા નામથી સૌ કોઇના આદરપાત્ર વડીલ બન્યા છે.

આ પણ વાંચોઃવિશ્વ પર્યાવરણ દિન: સ્વૈચ્છિક સંસ્થા દ્વારા સયાજીબાગ ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

દામબાપા હંમેશા કુરીવાજોના વિરોધી રહ્યા છે

દામબાપાએ નવ દાયકાની સફર ખેડયા બાદ હવે પગથી થોડા મજબુર બન્યા છે, પણ મનથી હજુ ગીરનારને ઓળંગવાની ખેવના ધરાવે છે. દામબાપા હંમેશા કુરીવાજોના વિરોધી રહ્યા હોવાથી પંથકની અનેક દિકરીઓને સમુહલગ્નના માધ્યમથી સામાજીક ખર્ચાને નિવારીને પરણાવાની, સાથે સામાજીક કુરીવાજોને પ્રોત્સાહિત કરતી પરંપરાઓ ત્યજવા માટે લોકોને સમજાવી આદર્શ સમાજના નિર્માણ માટે હંમેશા પ્રયત્નશીલ રહ્યા છે.

ગીર પંથકના વયોવૃદ્ધ 91 વર્ષીય દામબાપાનું પર્યાવરણ બચાવવાનું કાર્ય દરેકને વૃક્ષારોપણ માટે આપે છે પ્રેરણા

જળસંચય દ્વારા વૃક્ષોને આપબળે ઉછેરવાનું અભિયાન ચલાવી રહ્યા છે

હાલ, 91 વર્ષીય દામબાપા તાલાળા-જામવાળા માર્ગ પર બામણાસા જતા રોડ કાંઠે આવેલી પટેલ સમાજ ભવનની દેખરેખ અને જાત મહેનતે કાળજી લઇ રહ્યા છે. દામબાપાએ સમાજ ભવનની અંદર અને બહાર 400થી વધુ વૃક્ષોનું માત્ર વાવેતર જ નહીં, પણ તેનું સંવર્ધન કરી ગીરની હરીયાળીમાં વધારો કરી તેમની પ્રકૃતિ પ્રેમની સાબિતી આપી છે. માત્ર વૃક્ષોને વાવીને ઉછેરવા એ જ પુરતુ નહીં પણ જળસંચય દ્વારા વૃક્ષોને આપબળે ઉછેરવાનું અભિયાન ચલાવી રહ્યા છે.

ગીર પંથકના વયોવૃદ્ધ 91 વર્ષીય દામબાપાનું પર્યાવરણ બચાવવાનું કાર્ય દરેકને વૃક્ષારોપણ માટે આપે છે પ્રેરણા

ગીર વિસ્તાર એટલે વનરાજીનો વિસ્તાર

દામબાપા પર્યાવરણ બચાવવાના પ્રેરણારૂપ ભગીરથ કાર્ય અંગે જણાવે છે કે, ગીર વિસ્તાર એટલે વનરાજીનો વિસ્તાર અહીં વૃક્ષનું વાવેતર કરવુ એટલે કશ્મીરમાં ફ્રીજનું વેંચાણ કરવા જેવુ લાગે પણ પ્રકૃતિ આપણી માં સમાન છે, પર્યાવરણ આપણા જીવનને તંદુરસ્તી બક્ષે છે. મારા ખેતરમાં પણ વૃક્ષો લહેરાય છે.

ઓછા પાણીએ પણ વૃક્ષો ઉછેરી શકાય છે

વધુમાં દામબાપાએ કહ્યું કે, હવે હું જીવનના અંતિમ પડાવે પહોચ્યો છું અને મે લોકસેવાની અનેક પ્રવૃતિઓ કરી પણ મને એવુ થયુ કે, લાવ જળસંચય દ્વારા મારા ગામના સિમાડાને નંદનવન બનાવુ અને ચીરકાળ સ્મૃતિરૂપી વૃક્ષોનું લેહરાતુ વન ઉભુ કરૂ, આ વૃક્ષોને જોઇને યુવાનો પ્રેરણા મેળવતા થશે કે ઓછા પાણીએ પણ વૃક્ષો ઉછેરી શકાય છે.

વૃક્ષો છે તો માનવજીવ છે

વિશ્વમાં ગ્લોબલ વોર્મીગની ચર્ચા ચાલી રહી છે. જેમાં પૃથ્વી પર ગંભીર ખતરો ઉભો થઇ રહ્યો હોવાનું જણાવાયું છે અને તેનું મુખ્ય કારણ માત્રને માત્ર પૃથ્વી પર વૃક્ષોની ઘટતી જતી સંખ્યા હોવાનું કહેવાય છે. આથી સૌ કોઇએ સમજીને પ્રકૃતિ પ્રત્યે પોતાનુ યોગદાન આપવું ખુબ જરૂરી છે. કેમ કે, વૃક્ષો છે તો માનવજીવ છે. તેની સાથે સમગ્ર પ્રાણી જગત ઇશ્વરને આધીન છે.

વૃક્ષોના વનનું સુત્ર આપી દામજીબાપા લોકોને સંકલ્પબધ્ધ થવા અપીલ કરે છે

પર્યાવરણને પ્રદુષણથી બચાવવા અને સારૂ રાખવા માટે દરેક વ્યક્તિએ પોતાની સ્વૈચ્છિક ફરજ સમજીને જે વૃક્ષો આસપાસ હોય, તેને જરૂરીયાત મુજબ પાણી પીવડાવી સફાઇ રાખી તેનું જતન કરવા માટે આવો સાથે મળીને સર્જીએ વન-ઉપવન, ધરતી પર વાવીએ વૃક્ષોના વનનું સુત્ર આપી દામજીબાપા લોકોને સંકલ્પબધ્ધ થવા અપીલ કરે છે.

ગીર પંથકના વયોવૃદ્ધ 91 વર્ષીય દામબાપાનું પર્યાવરણ બચાવવાનું કાર્ય દરેકને વૃક્ષારોપણ માટે આપે છે પ્રેરણા

વૃક્ષારોપણની જવાબદારી એક માત્ર સરકારની નહીં પણ દરેક વ્યક્તિની છે

વૃક્ષો માનવજીવ અને પર્યાવરણ માટે કેમ જરૂરી છે, તે અંગે દામબાપા જણાવે છે કે, પર્યાવરણનો મુખ્યભાગ વૃક્ષ પર આભારી હોય અને વૃક્ષમાં પરમાત્માનો વાસ છે. વૃક્ષો કાર્બન ડાયોકસાઈડ શોષી ઓક્સિજન એટલે કે પ્રાણવાયું આપવાની સાથે આસપાસમાં ઠંડક આપે એટલે વિશાળ પ્રમાણમાં વૃક્ષારોપણની ખાસ જરૂરીયાત છે. આ કાર્યની જવાબદારી એક માત્ર સરકારની નહીં પણ દરેક વ્યક્તિની છે.

ગીર પંથકના વયોવૃદ્ધ 91 વર્ષીય દામબાપાનું પર્યાવરણ બચાવવાનું કાર્ય દરેકને વૃક્ષારોપણ માટે આપે છે પ્રેરણા

કુદરતની આહાર કડીમાં દરેક જીવ સમૂહ એક મહત્વની કડી છે

વૃક્ષો એટલે છાયા, શીતળતા, સૌદર્ય સમૃદ્ધિ, સંપતિ અને રંગબેરંગી પક્ષીઓ, પતંગિયા, અવનવા કીટકો અને પ્રાણીઓથી રચાતું અનુપમ છે. જે વેદીક કાળથી આપણી સંસ્કૃતિ અને આપણા જીવનનું અવિભાજય અંગ કહેવાયુ છે. કુદરતની આહાર કડીમાં દરેક જીવ સમૂહ એક મહત્વની કડી છે અને વૃક્ષો આ કડીઓને જોડતો પાયો હોવા છતાં ઝડપભેર વનરાજીનો વિસ્તાર ઘટી રહ્યો છે.

આ પણ વાંચોઃવિશ્વ પર્યાવરણ દિવસ : ગયા વર્ષે 'મિશન મિલિયન ટ્રી'ના 78 ટકા વૃક્ષો ઉછર્યા

દેશી વૃક્ષો મોટાભાગના પાનખર હોય છે

દામબાપાએ વઘુમાં જણાવ્યું હતું કે, વૃક્ષારોપણ માટે આબોહવા, ભૌગોલિક વિસ્તાર અને પ્રાપ્ય જગ્યા, પાણીની સુલભતા જેવા પરિબળ ધ્યાનમાં રાખી વનસ્પતિની પસંદગી કરવી જોઇએ. દેશી વનસ્પતિ આબોહવાનું ફેરફાર સહન કરી શકે તે માટે ઉત્તમ અનુકૂલ ધરાવે છે. સ્થાનિક હોવાથી પક્ષીઓ માટે પણ આદર્શ છે, દેશી વૃક્ષો મોટાભાગના પાનખર હોય છે. તેથી તેમની સાથે આપમેળે ન ફેલાતા હોય અને સદાહરિત હોય તેવા વૃક્ષો વાવી શકાય છે.

ABOUT THE AUTHOR

...view details