ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીર-સોમનાથના 2 ગામને જિલ્લાથી અલગ કરાયા, 4 મે સુધી તમામ પ્રકારની અવર-જવર બંધ

સુત્રાપાડા તાલુકાના યુવકને અમદાવાદમાં કોરોનાગ્રસ્ત જાહેર કરાતા સુત્રાપાડા તાલુકાનાં વાવડી અને ઉંબરી ગામ કોવીડ-19 કન્ટેઇન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

ગીર-સોમનાથના 2 ગામને જિલ્લાથી અલગ કરાયા, 4 મે સુધી તમામ પ્રકારની અવર-જવર બંધ
ગીર-સોમનાથના 2 ગામને જિલ્લાથી અલગ કરાયા, 4 મે સુધી તમામ પ્રકારની અવર-જવર બંધ

By

Published : Apr 22, 2020, 3:59 PM IST

ગીર-સોમનાથઃ સુત્રાપાડા તાલુકાના યુવકને અમદાવાદમાં કોરોનાગ્રસ્ત જાહેર કરાતા સુત્રાપાડા તાલુકાનાં વાવડી અને ઉંબરી ગામ કોવીડ-19 કન્ટેઇન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા મેજીસ્ટ્રેટ અજયપ્રકશ દ્વારા પ્રતિબંધિત આદેશ જારી કરીને સખત અમલમાં મૂકવા તંત્રને ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે.

ગીર-સોમનાથના 2 ગામને જિલ્લાથી અલગ કરાયા, 4 મે સુધી તમામ પ્રકારની અવર-જવર બંધ

ગીર-સોમનાથ જિલ્લામાં કોરોના વાઇરસનાં સંક્રમણને અટકાવવા વહીવટી તંત્ર દ્વારા અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જે સંદર્ભે વાવડી ગામમાં કોરોનાનો વાઇરસનો કેસ નોંધાતો આરોગ્ય વિભાગ, વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા યુધ્ધનાં ધોરણે પગલા લેવાઇ રહ્યા છે.

વાવડી ગામના કોરોના વાઇરસના દર્દીના વહેવારીક સબંધમાં સુત્રાપાડા તાલુકાના ઉંબરી ગામમાં અવર-જવર થયેલી હોય છે. જેથી કોરોના વાઇસરના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલા લેવા મોટે કોવીડ-19 કન્ટેઇન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે.વાવડી અને ઉંબરી ગામમાં લોકોની અવર-જવર પર જિલ્લા કલેક્ટર અજયપ્રકાશ દ્વારા પ્રતિબંધ ફરમાવામાં આવે છે.

આ આદેશનો ભંગ કરનારને IPCકલમ-188 તથા નેશનલ મેનેજમેન્ટ એક્ટની કલમ-51 થી 60ની જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ આદેશ તારીખ 4 મે સુધી સુધી અમલમાં રહેશે, ત્યારે તંત્ર કોરોનાને જિલ્લામાં ફેલાતો અટકાવવા કટિબદ્ધ બન્યું છે.

ABOUT THE AUTHOR

...view details