ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, આજે 118 કેસ, 51 લોકો સ્વસ્થ થયા

ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 118 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 51 લોકો સ્વસ્થ થયા છે. આ ઉપરાંત જિલ્લામાં 2,417 લોકોનું રસીકરણ કરાયુ છે. તેમજ અત્‍યાર સુધીમાં કુલ 2 લાખ જેવા કોરોનાના ટેસ્‍ટ થયા છે.

ગીર સોમનાથ
ગીર સોમનાથ

By

Published : Apr 29, 2021, 10:48 PM IST

  • છેલ્લા 24 કલાકમાં એકપણ મૃત્યુ નહિ
  • ધીમેધીમે કોરોના સંક્રમણમાં થઇ રહ્યો છે ઘટાડો
  • કોરોના રસીકરણની પણ કામગીરી થઈ રહી છે

ગીર સોમનાથ: કોરોના મહામારીની બીજી લહેરમાં છેલ્‍લા ઘણા દિવસોથી ગીર સોમનાથ જિલ્લામાં કોરોના કેસો દિન-પ્રતિદિન નવા રેકર્ડ સર્જી રહ્યા હતા. ત્યારે ઘણા દિવસો બાદ ગુરુવારે કેસોની સંખ્‍યામાં મામુલી ઘટાડો નોંઘાયો છે. જિલ્લામાં નવા 118 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં વેરાવળમાં 31, સુત્રાપાડામાં 15, કોડીનારમાં 19, ઉનામાં238, ગીરગઢડામાં 13, તાલાલામાં 17 કેસો નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં એક પણ મૃત્‍યુ નોંધાયું નથી. સારવારમાં રહેલા 51 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

2,417 લોકોનું રસીકરણ પૂર્ણ

જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. અત્‍યાર સુધીમાં ગીર સોમનાથ જિલ્લામાં 1, 57, 245 લોકોને કોરોના રસીથી સુરક્ષિત કરાયા છે. જ્યારે આજે વધુ 2,417 લોકોનું રસીકરણ પૂર્ણ કરાઇ ચૂક્યું છે.

ધન્વંતરી રથની કામગીરી

જિલ્લામાં અત્‍યાર સુધીમાં 34 ધન્વંતરી રથો થકી 7.92 લાખ લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. જેમાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, તાલાળા, સુત્રાપાડા, કોડીનાર, ઉના અને ગીરગઢડા તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા અત્‍યારસુઘીમાં 62,262 લોકોના RT PCR અને 1,37,065 લોકોના એન્ટીજન કીટ થકી કોરોના ટેસ્‍ટ કરવામાં આવ્યા છે. જિલ્લામાં ફરતા 34 ધન્વંતરી રથના માધ્યમથી અત્યાર સુધી 7,92,917 લોકોના આરોગ્યની તપાસ કરી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ઉપરાંત જિલ્લામાં તેમજ શહેરમાં કોરોના સંક્રમણને ખાળવા વ્યાપક રસીકરણ સાથે લોકો માસ્ક પહેરી સોશીયલ ડિસ્ટન્સ જાળવે તે અંગે પણ તકેદારી લેવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details