ગુજરાત

gujarat

ETV Bharat / state

કોડીનાર નજીક ટ્રક અને ST બસ વચ્ચે અકસ્માત સર્જાતા 10 પ્રવાસીઓ ઇજાગ્રસ્ત - 10 પ્રવાસીઓને ઇજા થઇ

ગીર સોમનાથના કોડીનાર નજીક ટ્રક અને ST બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં, ટ્રકની પાછળ ST બસ ઘુસી જતાં 10 પ્રવાસીઓ ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે, 2 પ્રવાસીને વધુ ઇજા થતાં ઉના સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. એક બાઇક ચાલકને બચાવવા જતાં ટ્રકે બ્રેક મારી હતી. આથી, અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.

કોડીનાર નજીક ટ્રક અને ST બસ વચ્ચે અકસ્માત સર્જાતા 10 પ્રવાસીઓ ઇજાગ્રસ્ત
કોડીનાર નજીક ટ્રક અને ST બસ વચ્ચે અકસ્માત સર્જાતા 10 પ્રવાસીઓ ઇજાગ્રસ્ત

By

Published : Mar 21, 2021, 11:34 AM IST

Updated : Mar 21, 2021, 3:03 PM IST

  • બાઇક ચાલકને બચાવવા જતાં ટ્રકે બ્રેક મારી અને સર્જાયો અકસ્માત
  • ટ્રકે બ્રેક મારતા કોડીનાર-સાવરકુંડલા બસ ટ્રકની પાછળ અથડાઇ
  • ઇજાગ્રસ્તોને ડોળાસાની સરકારી હોસ્પિટલમાં સારવાર અપાઈ

ગીર સોમનાથ:સાવરકુંડલા ડેપોના રૂટની કોડીનાર-સાવરકુંડલા બસ કોડીનારથી 20 માર્ચે સાંજના અડવી ગામના ફાટક નજીક પહોંચી હતી. ત્યારે, અડવી સર્કલ પાસે એક બાઈક ચાલક અડવી ગામ બાજુ વળતા ટ્રક ચાલકે અચાનક બ્રેક મારી હતી. આથી, પાછળના ટ્રકે અચાનક બ્રેક મારતા ટ્રકની પાછળ આવતી કોડીનાર-સાવરકુંડલા બસ ટ્રકની પાછળ ધડાકાભેર અથડાઇ હતી. જેમાં, બસમાં પ્રવાસ કરનારા 10 પ્રવાસીઓને નાની મોટી ઇજા થઇ હતી. જે પૈકી બેને વધુ ઇજા થતા ઉના મહેતા હોસ્પીટલમાં રીફર કર્યા હતા. બાકીના ઇજાગ્રસ્તોને ડોળાસાની સરકારી હૉસ્પિટલમાં ડૉ.અંકીતા કામલીયાએ સારવાર આપી રજા આપી હતી.

આ પણ વાંચો:ભરૂચના ઝાડેશ્વર નજીક ST બસની અડફેટે બાઇક સવાર દંપત્તિનું મોત

ઇજાગ્રસ્ત પ્રવાસીઓ

ઇજાગ્રસ્ત પ્રવાસીઓમાં વષા વજુભાઇ મોરી (ડોળાસા), એજાજ કમલી શેખ (ઉના), પુજાબેન પ્રેમજીભાઇ સાંખટ (ઉના), પ્રેમજીભાઇ નારણભાઇ સાખડ (ઉના), પ્રેમજીભાઇ ઈશાદભાઇ કરીમભાઈ સપારી (જુનાગઢ), આબેદીન નુરાભાઇ જેઠવા (સીમાસી), શરીઝભાઇ વાકોટ (સખસ), રૂખશાના આબેદીન જેઠવા (રેસીમાસી), વિપુલ રાઠોડ (ડોળાસા), અજીત રાઠોડ (ડોળાસા)નો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:કોસમાડી નજીક ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત, એકનું મોત

Last Updated : Mar 21, 2021, 3:03 PM IST

ABOUT THE AUTHOR

...view details