ગુજરાત

gujarat

ETV Bharat / state

યુવાનોને પોર્નથી દૂર કરવા હોય તો ખેલ તરફ વાળવા પડશે: મુનાફ પટેલ - Gandhinagar news

ટેકનોલોજી આગળ વધી રહી છે, તેમ તેમ દુનિયા નાની થઈ ગઈ છે. મોબાઇલના આવિષ્કારના કારણે તમામ વસ્તુ હાથવગી થઈ ગઈ છે. હાલમાં ઇન્ટરનેટની દુનિયામાં મોટાભાગના યુવાનો હાથમાં મોબાઈલ પકડીને સમય પસાર કરી રહ્યા છે. ત્યારે ગાંધીનગર પાસે આવેલી પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના પેટ્રો કપના શુભારંભ પ્રસંગે આવેલા ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મુનાફ પટેલે કહ્યું કે, ખેલના કારણે યુવાનોનો આરોગ્ય સારું રહેશે. જ્યારે પણ જોતા યુવાનોને વાળવા હશે તો રમતો મહત્વનો ભાગ ભજવશે.

aa
યુવાનોને પોર્ન દૂરથી કરવા હોય તો ખેલ તરફ વાળવા પડશે : મુનાફ પટેલ

By

Published : Feb 13, 2020, 8:25 PM IST

Updated : Feb 13, 2020, 9:13 PM IST

ગાંધીનગરઃ યુવાનોને પોર્ન દૂરથી કરવા હોય તો ખેલ તરફ વાળવા પડશે : મુનાફ પટેલ ગાંધીનગર, ટેકનોલોજી આગળ વધી રહી છે, તેમ તેમ દુનિયા નાની થઈ ગઈ છે. મોબાઇલના આવિષ્કારના કારણે તમામ વસ્તુ હાથવગી થઈ ગઈ છે. હાલમાં ઇન્ટરનેટની દુનિયામાં મોટાભાગના યુવાનો હાથમાં મોબાઈલ પકડીને સમય પસાર કરી રહ્યા છે. ત્યારે ગાંધીનગર પાસે આવેલી પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના પેટ્રો કપના શુભારંભ પ્રસંગે આવેલા ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મુનાફ પટેલે કહ્યું કે, ખેલના કારણે યુવાનોનો આરોગ્ય સારું રહેશે. જ્યારે પણ જોતા યુવાનોને વાળવા હશે તો રમતો મહત્વનો ભાગ ભજવશે.

યુવાનોને પોર્ન દૂરથી કરવા હોય તો ખેલ તરફ વાળવા પડશે : મુનાફ પટેલ
ગાંધીનગર પાસે આવેલી પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા સતત 12મા વર્ષે પેટ્રો કપનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ દ્વારા કબડ્ડી, ખો-ખો, યોગા સહિતની રમતોનું આયોજન કરી છે. ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર અને ગુજરાતના વતની મુનાફ પટેલના હસ્તે આ રમતોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે પોતાની શક્તિઓને બહાર લાવે તેવા હેતુથી દર વર્ષે રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેને લઇને આજથી શરૂ કરવામાં આવેલા રમતોત્સવમાં 6 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ આ રમતોત્સવમાં જોડાયા છે.ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મુનાફ પટેલે કહ્યું કે, શાળા-કોલેજોમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તે સારી બાબત છે. અત્યારે મોટાભાગના યુવાનો મોબાઇલમાં સમય પસાર કરતા હોય છે. ત્યારે કોઈ પણ એક રમત પાછળ વિદ્યાર્થીઓ જોડાશે તો ઓછામાં ઓછા દસ યુવાનોનું સ્વાસ્થ્ય સારું રહેશે. એક ક્રિકેટ ટીમમાં 11 ખેલાડીઓ હોય છે. જેને લઇને બેટિંગ કરવા માટે, બોલિંગ કરવા માટે અને ફિલ્ડિંગ કરવા માટે ખેલાડીની જરૂર પડશે. ટેકનોલોજીના કારણે યુવાનો મોબાઈલ તરફ વળ્યા છે. પરંતુ મને મારા મિત્ર અને નિર્દોષ સવાલ કર્યો હતો કે, યુવાનોને પોર્ન ફિલ્મ જોતા અટકાવવા હોય તો શું કરવું પડે ? ત્યારે મેં તેમને કહ્યું હતું કે, જે યુવાનો આ પ્રકારનુ જાતા હોય તો, તેમને ખેલ તરફ વાળવા જોઇએ. જો યુવાનો ખેલ તરફ વળશે તો મોબાઈલના વળગણથી દૂર રહેશે.
Last Updated : Feb 13, 2020, 9:13 PM IST

ABOUT THE AUTHOR

...view details