ગુજરાત

gujarat

ETV Bharat / state

વિધાનસભા સત્રમાં CAA મુદ્દે ઘમાસાણ શાબ્દિક પ્રહાર થશે.

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્રનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે સત્ર શરૂ થાય તે પહેલાં બંને પક્ષોએ બેઠક યોજીને એક બીજાને ઘેરવાનું આયોજન કરી રહ્યાં છે. શિયાળુ વિધાનસભા સત્રનો આજે પ્રથમ દિવસ છે. જેમાં કેન્દ્ર સરકારે રાજ્યસભા અને લોકસભામાં પસાર કરેલા CAA કાયદાના સમર્થનમાં નેતા વિજય રૂપાણી ખાસ ચર્ચા માટેનો પ્રસ્તાવ લાવશે. ઉલ્લેખનીય છે કે, CAAના વિરોધમાં કોંગ્રેસ પક્ષ સમગ્ર દેશમાં વિરોધ નોંધાવી રહી છે. ત્યારે વિધાનસભા ગૃહ પણ આજે તોફાની બનવાની શક્યતા છે.

gandhi
ગાંધીનગર

By

Published : Jan 10, 2020, 12:40 PM IST

Updated : Jan 10, 2020, 2:31 PM IST

ઉલ્લેખનીય છે કે, આજે વિધાનસભાનો જન્મદિવસ છે. જેમાં CAAના સમર્થનમાં રાજ્ય સરકાર પોતાનું નિવેદન રજૂ કરશે. તેમજ વિરોધ પક્ષ શા માટે વિરોધ કરી રહ્યો છે તે અંગે પણ ગૃહમાં ચર્ચા કરવામાં આવશે. સાથે જ કેન્દ્ર સરકર દ્વારા SC-ST અને OBC અનામતમાં 10 વર્ષનો સમય ગાળો વધાર્યો છે. તે બાબતે પણ ચર્ચા કરવામાં આવશે.

મળતી માહિતી પ્રમાણે, કોંગ્રેસ પક્ષની મળેલી બેઠકમાં આજના CAA અને અનામત બિલ પર કોઈ પણ જુનીયર ધારાસભ્યને ચર્ચા કરવાની તક આપવામા આવશે નહીં. જ્યારે આ બંને મુદ્દા પર કોંગ્રેસના સિનિયર લીડરો જ ગૃહમાં સરકારને ઘેરશે.

વિધાનસભા સત્રમાં CAA મુદ્દે ઘમાસાણ શબ્દાહિક પ્રહાર થશે

આમ આજ ફક્ત એક દિવસ માટેની મળેલું વિધાનસભાનું સત્ર તોફાની બને તેવી શક્યતા સેવાઈ રહી છે. જેથી આજની કામગીરી બાદ સત્રને મુલતવી રાખવામાં આવશે. ત્યારબાદ 24 ફેબ્રુઆરીના રોજ રાજ્યની નાણાકીય 2020-21નું બજેટ રજૂ કરવામાં આવશે.

Last Updated : Jan 10, 2020, 2:31 PM IST

ABOUT THE AUTHOR

...view details