ગુજરાત

gujarat

ETV Bharat / state

મતદાન પ્રક્રિયામાં જરૂરી છે આશરે 130 પ્રકારની સાધન-સામગ્રી..!!

ગાંધીનગર: લોકસભાની ચૂંટણીની તૈયારીઓ સમગ્ર દેશમાં શરુ થઈ ગઈ છે. વહીવટી તંત્રએ ચૂંટણીની પ્રક્રિયા માટે જરૂરી તૈયારીઓને ઓપ આપી દીધો છે. ચૂંટણીમાં સૌથી અગત્યનું છે મતદાન અને આ મતદાન પ્રક્રિયામાં વપરાતી અથવા જરૂરી ટાંકણીથી માંડી પેન, શાહીથી માંડી મીણબત્તી જેવી 130 પ્રકારની વસ્તુઓ-સામગ્રી મતદાન મથકે પહોંચે ત્યારે ચૂંટણીનું આ મહાપર્વ સુવ્યવસ્થિત રીત સંપન્ન થાય છે.

By

Published : Mar 26, 2019, 9:33 PM IST

સ્પોટ ફોટો

મતદાનમથકે આ બધી સામગ્રી સુવ્યવસ્થિત રીતે પહોંચાડવાનું કામ ખુબ ઝીણવટ ભર્યું અને મહેનતમાગી લે તેવું હોઈ છે.આમાંથી એક પણ વસ્તુ નહોય કે ઓછી હોય તો મતદાનની કામગીરી સંપન્ન ન થઈ શકે. એક જાગૃત મતદાર તરીકે આપણેમતદાન મથકે જઈને મતદાનની આપણી ફરજ અદા કરી શકીએ તે માટે ચુટણી તંત્ર કેટલી તકેદારીરાખે છે તે જાણીને આશ્ચર્ય થાય તેમ છે.

ભૂતકાળમાં કાપલીઓ તથાપતરાના ડબ્બાઓવાળી ચૂંટણીઓઆપણે જોઇ છે.પરંતુ વધતાં ટેકનોલોજીકલ જ્ઞાનને પરિણામે આજે ઇ.વી.એમથી ચૂંટણી સર્વવ્યાપક બની છે.ડિજિટલ યુગમાં હવે બધી જગ્યાએ પેપરલેસ કામગીરીને આવકાર મળી રહ્યો છે. લોકો ડિજિટલવ્યવહારને હવે આચરણમાં મૂકે તે દિશા ટેકનોલોજીએ બતાવી છે, ત્યારે ડિજિટલટેકનોલોજીથી સંપન્ન ઇ.વી.એમ.થી ચૂંટણી આવકારદાયક છે.

અમદાવાદ જિલ્લા ચુંટણી અધિકારી ડૉ.વિક્રાંત પાંડેએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું કે,ઇ.વી.એમ.માં આપણો મત પડેઅને તે મશીન સ્ટ્રોંગ રૂમમાં સચવાય અને મત ગણતરી સ્થળે આઈ.વી.એમ પહોંચે ત્યાં સુધીની આખી પ્રક્રિયા માટે વિવિધ કવરો,પીન,પેન,રબરબેન્ડ,ચોક,પેન્સિલ,મીણબત્તી,લાખ,સૂતળી જેવી 130પ્રકારની વસ્તુઓનો ઉપયોગ થાય છે. તેમાંવૈધાનિક અને બિનવૈધાનિક પ્રકારના કુલ 42પ્રકારના ફોર્મ સિવાય મતકુટીરનીરચના,દિશાદર્શનકરતા બોર્ડ,અવિલોપ્યશાહી,કાર્બનપેપર,વિવિધકામગીરીમાં રોકાયેલા અધિકારીઓ-કર્મચારીઓના ઓળખકાર્ડ જેવી અનેક પ્રકારનીચીજવસ્તુઓનો ઉપયોગ ચૂંટણી દરમિયાન થાય છે.

આ સિવાય મતદારયાદી,વિવિધએકરારનામા,એજન્ટોનાપાસ,મોક પૉલનુંપ્રમાણપત્ર,પ્રિસાઇડીંગતથા ઝોનલ ઓફીસ્રર માટેના વિવિધ ફોર્મ અને પત્રકોનો ઉપયોગ કરવામાં આવે છે.લોકશાહીનામહાપર્વ એવી ચૂંટણી આટલી બધી ચીવટ અને તકેદારી પછી પણ આપણે મતદાન કરવા ન જઈએ તેયોગ્ય નથી. એટલે જ મતદાન અવશ્ય કરવું જોઈએ.

ABOUT THE AUTHOR

...view details