ગુજરાતના વેરાવળથી દક્ષિણ દક્ષિણ-પૂર્વ દિશામાં વાવાઝોડું આકાર લઇ રહ્યું છે, ત્યારે વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઇને લોકોના જાનમાલની સલામતી અને સુરક્ષા માટે રાહત નિયામક દ્વારા વાવાઝોડા પહેલાં, વાવાઝોડા દરમિયાન, અને વાવાઝોડા બાદ કેવા પ્રકારના તકેદારીના પગલાં લેવા તે સંદર્ભે નાગરિકોને અનુરોધ કરાયો છે. આ તકેદારીના પગલા અનુસાર વાવાઝોડાની સ્થિતિમાં સૌ પ્રથમ વાવાઝોડા પહેલાની કેટલીક તૈયારીઓ કરવી આવશ્યક છે.
વાવાઝોડા પહેલાની તૈયારી
- રહેઠાણની મજબૂતીની ખાતરી કરી લો અને બાંધકામને લગતી ક્ષતિઓ દૂર કરો.
- સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહો.
- આપના રેડીયો સેટને ચાલું હાલતમાં રાખો, ચકાસી લો.
- સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહેવા પ્રયત્ન કરો.
- ઢોર-ઢાંખરને ખૂંટાથી છુટા કરી રાખો.
- માછીમારોએ દરિયામાં જવું નહીં, બોટ સલામત સ્થળે લાંગરવી.
- અગરિયાઓએ સલામત સ્થળે ખસી જવું.
- આશ્રય લઈ શકાય તેવા ઊંચા સ્થળ ધ્યાન રાખો.
- સુકો નાસ્તો, પાણી, ધાબળા, કપડાં અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખો.
- અગત્ય ટેલીફોન નંબર હાથ વગા રાખો.
વાવાઝોડા દરમિયાન તકેદારીના પગલા:
-જર્જરીત મકાન કે વૃક્ષ નીચે આશ્રય ન લેવા માટે સમજ આપવી.