ગાંધીનગર: આજે સવારે 9 કલાકે ધારાસભ્યો મતદાન કરવા વિધાનસભા સંકુલ આવે ત્યારે સુરક્ષાના ભાગ રૂપે આરોગ્ય વિભાગના કર્મચારીઓની દેખરેખ હેઠળ થર્મલ સ્કેનિંગ કર્યા બાદ અને સેનેટાઇઝરનો ઉપયોગ કર્યા બાદ જ વિધાનસભા સંકુલમાં પ્રવેશ આપવામાં આવશે, સાથે જ પોલીસના 300 જવાનોના બંદોબસ્ત વચ્ચે 9 કલાકે મતદાન શરૂ થશે.
કોવિડ-19ની પરિસ્થિતિ વચ્ચે 300 પોલીસ કર્મી સાથે મતદાન શરૂ - કોંગ્રેસ પક્ષ
રાજ્યમાં કોવિડ 19 ની પરિસ્થિતિ વચ્ચે રાજ્યસભાની ચૂંટણી રદ કરવામાં આવી હતી. ત્યારે આજે ફરી રાજ્યસભાની ચૂંટણી યોજાશે. જેમાં ગુજરાતની ખાલી પડેલ 4 બેઠક પર ભાજપ પક્ષે 3 અને કોંગ્રેસ પક્ષે 2 ઉમેદવાર ઉભા રાખ્યા છે.
9 વાગે મતદાન શરૂ થશે
ઉલ્લેખનીય છે કે, આજે 4 બેઠક માટે 5 ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે હવે સાંજે મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી હાથ ધર્યા બાદ તત્કાલિક પરિણામ જાહેર કરવામાં આવશે.
ચૂંટણી બાબતે ગાંધીનગર રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યસભાની ચૂંટણી વ્યવસ્થિત રીતે થાય તે માટે પોલીસનો ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યારે કોઈ ધારાસભ્યનું શરીરનું તાપમાન વધારે હોય અથવા સંક્રમણનો ભય હોય તેથી પોલીસ કર્મચારીને પણ પીપીઇ કીટ આપવામાં આવી છે.
Last Updated : Jun 19, 2020, 9:25 AM IST