ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીનગરના વલાદમાં જુગારધામ ઝડપાયું, 10 લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત - મુદ્દામાલ

ગાંધીનગરઃ શ્રાવણ મહિનો તેના અંતિમ પડાવમાં છે ત્યારે જુગારીઓ પણ જાણે આ મહિનો ફરીથી ન આવવાનો હોય તેમ જિલ્લામાં ઠેર ઠેર જુગાર રમવાના બોર્ડમાં બેઠેલા જોવા મળી રહ્યા છે. ગાંધીનગર તાલુકાના વલાદ ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાંથી મસમોટું જુગારધાર ઝડપાયું છે. ડભોડા પોલીસે 10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

સ્પોટ ફોટો

By

Published : Aug 24, 2019, 6:53 AM IST

ડભોડા પોલીસની ટીમને જુગારધામની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે રેડ કરતાં ફાર્માહાઉસની બે ઓરડીઓમાં જુગારધામના સંચાલક સહિત 33 લોકો ઝડપાયા હતા. જેમની પાસેથી 71,900 રોકડા, 32 મોબાઈલ, બાઈક, રીક્ષા, એક્ટિવા અને ઈનોવા ગાડી મળી કુલ 10,23,900ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જુગારીઓને બચાવવા માટે એક નેતાનો ફોલ્ડર દોડી આવ્યો હતો. પરંતુ પોલીસે તેને મચક આપી ન હતી.

વલાદમાં જુગારીઓનું ઝુંડ ઝડપાયું

પોલીસની રેડ દરમિયાન ભાગી ગયેલા આશિષ પ્રજાપતિ , નિલેષ પટેલ તથા ફાર્મ હાઉસના માલિક કલ્પેશ પ્રમુખભાઈ પટેલને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસને ઘટના સ્થળેથી પ્લાસ્ટિકના કુલ 925 કોઈન મળી આવ્યા છે. જે પૈસા જમા કરાવતા જુગારીઓને અપાતા, કોઈનથી જુગાર રમ્યા બાદ છેલ્લે કોઈનના હિસાબ પ્રમાણે સંચાલક રણવીરસિંહ હિસાબ કરી દેતો હતો. 50થી લઈને 10 હજારના આંક લખેલા કોઈનનો સરવાળો કરીએ તો કિંમત 12 લાખથી પણ વધી જાય છે.

વલાદની સીમમાં જુગારધામ ઉપર પડેલા દરોડા બાદ જુગારીઓને બચાવવા માટે ઉચ્ચ નેતાનો ફોલ્ડર અને ગાંધીનગર જીલ્લાના એક ગામનો સરપંચ બચાવવા માટે દોડી આવ્યો હતો પરંતુ પોલીસે તેને મચક આપ્યા વિના તમામ આરોપીઓ સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details