ગાંધીનગર : CM રૂપાણીએ ઔદ્યોગિક અર્થવ્યવસ્થા સહિત રિન્યુએબલ એનર્જી માટેની રાજ્ય સરકારની પોલિસી, ટ્રાન્સપોર્ટેશન અને એગ્રીકલ્ચર ક્ષેત્રોની પહેલ વિશે જાણવામાં આ કમિટીના સભ્યોએ ઊંડો રસ દાખવ્યો હતો. રાજ્યમાં ઔદ્યોગિક અને ઘરવપરાશ હેતુ માટે બિનપરંપરાગત ઊર્જાના વધુ ઉપયોગ માટે અપાઇ રહેલા પ્રોત્સાહનોની ભુમિકા આપી હતી. રાજ્યમાં જમીન અને ગ્રીડનો મહત્તમ ઉપયોગ કરવા માટે વીન્ડ એન્ડ સોલાર હાઇબ્રીડ પાવર પોલીસી-2018ની વિશેષતાઓથી કમિટીના સભ્યોને સુપેરે માહિતગાર કર્યા હતા.
વાયબ્રન્ટ સમિટ-2021માં ડેન્માર્કના મલ્ટી પાર્ટી ડેલિગેશનની સહભાગીતા માટે તત્પરતા વ્યકત કરી
આજે રાજ્યના CM વિજય રૂપાણી સાથે ડેન્માર્કની સંસદની ફોરેન પોલીસી કમિટીના સભ્યોએ ગાંધીનગરની મુલાકાત લીધી હતી. જેમાં CM રૂપાણીએ યુત માર્ટિન લીડેગાર્ડના નેતૃત્વમાં મળેલા આ 6 સભ્યોના ડેલિગેશને ગુજરાત સાથેના દ્વિપક્ષીય વેપાર, રોકાણ સહકાર સંબંધો અંગે વિશદ ચર્ચા-વિમર્શ કર્યો હતો.
ગ્રીન એનર્જીના વધુને વધુ ઉપયોગ માટે ગુજરાત સરકારની નેમ વ્યકત કરતાં જળ વ્યવસ્થાપન ક્ષેત્રે પણ સ્વનિર્ભર સેલ્ફ રિલાયન્ટ મોડેલ તરીકે ગુજરાત રાજ્યવ્યાપી વોટરગ્રીડથી પ્રસ્થાપિત થયું છે. જેની પણ સફળતાઓ વર્ણવી હતી.
આ કમિટીના સભ્યોએ આગામી વાયબ્રન્ટ સમિટ 2021માં ડેન્માર્કનું મલ્ટી પાર્ટી ડેલિગેશન સહભાગી થવાની તત્પરતા દર્શાવી હતી. CM રૂપાણીએ ગુજરાતમાં સૌ પ્રથમ હાઇસ્પીડ રેલ, BRTS ઇલેટ્રીક વ્હીકલ્સ અને ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર જેવી માસ રેપિડ ટ્રાન્સપોર્ટ સુવિધાઓની વિશદ રૂપરેખા આપી હતી.
ગુજરાતના આ બહુવિધ આયામોથી પ્રભાવિત થતાં ડેન્માર્કની આ કમિટીના સભ્યોએ ગ્રીન એનર્જી, ડેરી સેકટર અને એગ્રીકલ્ચર સેકટરમાં ગુજરાત સાથે સહભાગીતાની તૈયારી દર્શાવી હતી.