વાઇબ્રન્ટ ગુજરાત અમદાવાદથી શરુ થશે ગાંધીનગર : વર્ષ 2003માં ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટની શરૂઆત કરવી હતી. ત્યારે હવે 20 વર્ષથી સતત 2 વર્ષના અંતરે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમીટનું આયોજન કરવામાં આવે છે. વર્ષ 2024માં 10મી વાઈબ્રન્ટ ગ્લોબલ સમીટ 10થી 12 જાન્યુઆરી 2024ના રોજ કરવાની જાહેરાત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કરી હતી.
અમદાવાદથી થશે 20 વર્ષની ઉજવણી :રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 ની જાહેરાત બાબતે વધુમાં નિવેદન આપ્યું હતું કે તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 28 સપ્ટેમ્બર 2003 ના રોજ અમદાવાદના ટાગોર હોલ ખાતે પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી હતી.
વાઇબ્રન્ટ ગુજરાત 20 વર્ષની ઉજવણી પણ અમદાવાદના ટાગોર હોલ ખાતેથીને જ કરવામાં આવશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ને ગેટ વે ઓફ ફ્યુચર થીમ સાથે યોજવામાં આવશે. જેમાં રાજ્યના તમામ જિલ્લાઓ, કોર્પોરેશન વિસ્તારમાં કુલ 37 જેટલા કાર્યક્રમો વાઇબ્રન્ટ ગુજરાતના અનુલક્ષીને કરવામાં આવશે...ભૂપેન્દ્ર પટેલ ( મુખ્યપ્રધાન)
વાઇબ્રન્ટ ગુજરાત બેન્ચ માર્ક બન્યું : ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ વાઇબ્રન્ટ સમિટ ને લઇ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જણાવ્યું હતું કે ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિતિ વિશ્વની બેંચ માર્કસ સમિટ બની છે. જ્યારે ગુજરાત હંમેશા પોલિસી ડ્રિવન સ્ટેટ રહ્યું છે, ત્યારે વર્ષ 2024 ગ્લોબલ ગુજરાત સમીટ અંતર્ગત હાલમાં 13,500 કરોડના સંભવિત રોકાણના એમઓયુ થયા છે અનેે 50,800 રોજગારીની તક સંભવિત રોકાણમાં ઊભી થઈ છે.
100 દિવસમાં 1 લાખ કરોડનો ટાર્ગેટ : રાજ્ય સરકારના ઉદ્યોગ કેબિનેટ પ્રધાન બળવંતસિંહ રાજપૂતે નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં 9 વાઇબ્રન્ટ પૂર્ણ હવે 10 મી વાઇબ્રન્ટ યોજાશે, 9મી વાઇબ્રન્ટ માં 28,000 mou થયા હતા, 2700 જેટલા mou પૂર્ણ થયા ન હતા. જ્યારે આ વાઈબ્રન્ટ સમીટ અનોખો વાઇબ્રન્ટ હશે. દેશમાં વિકાસમાં ગુજરાતના ફાળાની વાત કરવામાં આવે તો જીડીપી 8.4 ટકા હિસ્સો, નિકાસમાં 33 ટકા હિસ્સો, ઉત્પાદનમાં 18 ટકા હિસ્સો, ફેકટરીમાં 11 ટકા હિસ્સો ગુજરાતનો છે. જ્યારે નવી સરકારે 100 દિવસના લક્ષ્યાંકમાં 100 દિવસમાં 1 લાખ કરોડ રૂપિયા ભેગા કરવાની નિર્ણય કર્યો હતો જે પૂરો થયો છે. આમ વર્ષ 2024માં ઉદ્યોગોને કોમન ફેસેલિટી આપવામાં આવશે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટને કારણે સમગ્ર વિશ્વ અને દેશમાં ગુજરાતનું અનોખું નામ થયું છે.
- Doctors Bond Policy: ગામડામાં જવા રાજી નથી ડોક્ટરો, છેલ્લા 3 વર્ષમાં 1856 ડોક્ટરોએ કર્યું બોન્ડનું ઉલ્લંઘન, ડોક્ટરો પાસે 24.91 કરોડ વસુલ કરવાના બાકી
- Women's Reservation Bill 2023: કોંગ્રેસ મહિલા અનામત બિલમાં SC-ST અને OBC કવોટાની કરી માંગ તો ભાજપે દેશનો ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો
- Calculation of Double Income : ખેડૂતોની આવક બમણી થશે? હવે સરકારે કબૂલ્યું કે આવક ગણતરી માટે કોઇ વ્યવસ્થાતંત્ર નથી