ગુજરાત

gujarat

ETV Bharat / state

Covid-19થી બચવા મહેસૂલપ્રધાન નાગરિકો, અરજદારો અને અધિકારીઓ સાથે કરે છે વર્ચ્યુલ ચર્ચા

સમગ્ર વિશ્વમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકાર તથા રાજકીય પાર્ટીઓ દ્વારા વર્ચ્યુઅલ બેઠક અને વર્ચ્યુઅલ કાર્યક્રમ રાખવામાં આવે છે. આ નવા કોન્સેપ્ટથી પ્રેરાઈને રાજ્યના કેબિનેટ મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ પોતાની ઓફિસ ખાતે વર્ચ્યુઅલ સિસ્ટમ થી જ અધિકારીઓ, અરજદારોને સચિવાલય ખાતે મળે છે. જુવો ઈટીવી ભારત પર સૌ પ્રથમ વખત વર્ચ્યુલ વન 2 વન..

ો
Covid 19થી બચવા મહેસૂલપ્રધાન નાગરિકો, અરજદારો અને અધિકારીઓ સાથે કરે છે વર્ચ્યુલ ચર્ચા

By

Published : Jul 28, 2020, 4:15 PM IST

ગાંધીનગર: વર્ચ્યુઅલ બેઠક બાબતે મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે જણાવ્યું હતું કે, કોઈપણ પરિસ્થિતિમાં સંક્રમણ ન થાય અને કોરોનાથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સ જ એક મહત્વનું પાસું છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તમામ પ્રધાનોને વર્ચ્યુઅલ સિસ્ટમ ગોઠવીને જ કામ કરવા માટેની સલાહ અને સૂચના આપી હતી. મહેસૂલ વિભાગમાં વધારે અરજદારો આવે છે. આ સાથે જ કામ પણ વધુ હોવાના કારણે વર્ચ્યુઅલ સિસ્ટમ અત્યારના સમય ગાળા દરમ્યાન શ્રેષ્ઠ સિસ્ટમ હોવાના કારણે તે આર્શિવાદરૂપ નિવડી રહી છે.

Covid 19થી બચવા મહેસૂલપ્રધાન નાગરિકો, અરજદારો અને અધિકારીઓ સાથે કરે છે વર્ચ્યુલ ચર્ચા


સોમવાર, મંગળવાર અને બુધવારે અનેક લોકો સચિવાલયની મુલાકાત લેતા હોય છે. મંગળવારે જનતા દિવસ હોવાના કારણે અનેક લોકો રજૂઆત કરવા આવતા હોય છે. આ સિસ્ટમથી કોરોના ફેલાવાનો ભય ઓછો હોય છે. જેથી તમામ અધિકારીઓ અરજદારો અને જે લોકો પણ ઓફિસે મુલાકાત લેવા માટે આવે છે તેમની સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જ ચર્ચાઓ કરવામાં આવે છે.

Covid 19થી બચવા મહેસૂલપ્રધાન નાગરિકો, અરજદારો અને અધિકારીઓ સાથે કરે છે વર્ચ્યુલ ચર્ચા
મહત્વની વાત કરવામાં આવે તો કેન્દ્રીય ભાજપ દ્વારા પણ અનેક સ્થળોએ વર્ય્યુઅલ બેઠક અને રેલીનું પણ આયોજન કર્યું હતું. રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ covid 19 ના સમયે નવ વખત રાજ્યની કેબિનેટ બેઠક વર્ચ્યુઅલી યોજી હતી. આમ હવે સ્વર્ણિમ સંકુલ 1માં મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે પણ અરજદારો સાથે અને અધિકારીઓ સાથે વાતચીત કરવા માટે પણ વર્ચ્યુઅલ સિસ્ટમનું અનુકરણ શરૂ કર્યું છે.
Covid 19થી બચવા મહેસૂલપ્રધાન નાગરિકો, અરજદારો અને અધિકારીઓ સાથે કરે છે વર્ચ્યુલ ચર્ચા

ABOUT THE AUTHOR

...view details