ગુજરાત

gujarat

ETV Bharat / state

SRP ગૃપ દ્વારા વીરાતલાવડી ગામને દત્તક લેવામાં આવ્યું

ગાંધીનગરઃ જિલ્લાના વિરાતલાવડી ગામને SRP ગૃપ દ્વારા દત્તક લેવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા માટે નરોડા SRP ગૃપ-2ના કમાન્ડન્ટ સુધા પાંડે, DY.sp ચૌધરી સહિત SRPના જવાનોએ બુધવારે આ ગામની મુલાકાત લીધી હતી. જેમાં અધિકારીઓ દ્વારા ગામની વિવિધ જગ્યાઓની મુલાકાત લઈને ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરી હતી અને ગામના આગેવાનોને SRP કેમ્પની મુલાકાત લઈને વધુ ચર્ચા વિચારણા માટે આમંત્રણ પણ આપવામાં આવ્યું છે.

By

Published : Sep 12, 2019, 3:52 AM IST

srp group

વીરાતલાવડી ગામના સરપંચ મંજૂલાબેનના પુત્ર અને આગેવાન ચંદ્રેશભાઈએ કહ્યું હતું કે, SRP ગૃપ 2 દ્વારા વીરાતલાવડી ગામને દતક લેવામાં આવતા ગામની સુવિધાઓમાં વધારો થશે. જેમાં ગામમાં રમત-ગમતનું મેદાન, શિક્ષણનો વ્યાપ અને આર્થિક રીતે પણ સમૃદ્ધ કરવામાં મદદ કરાશે. SRP દ્વારા ગામમાં વૃક્ષારોપણ, સફાઈ અભિયાન, ભરતી સમયે ગામના છોકરાઓને માર્ગદર્શન, સ્પર્ધાત્મક પરીક્ષામાં મદદરૂપ થવા સહિતની કામગીરી કરાશે.

નરોડા SRP ગ્રુપ-2ના અધિકારીઓ અને જવાનોએ ‘ક્લીન કેમ્પ ગ્રીન કેમ્પ’ અભિયાન હાથ ધર્યુ છે. જેમાં તેમણે જાપાનની મિયાવાકી પદ્ધતિથી જંગલ વાવવાની પહેલ કરી છે. 100 સ્ક્વેર મીટરમાં 300થી 500 વૃક્ષો વાવ્યા છે. આ કેમ્પસના આરો પ્લાન્ટમાં વેસ્ટ જતા પાણીને ચિલ્ડ્રન ગાર્ડનમાં સ્ટોર કરી તેનો બગીચામાં ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે વોશ બેઝિનમાં વપરાયેલા પાણીને ગટરમાં જવા દેવાને બદલે તેની પાઇપ જાપાની ટેક્નિકથી ટોઇલેટની ફ્લશ ટેન્કમાં જોડી દઇ તે ફ્લશ માટે ફરી ઉપયોગ કરે છે. આ કેમ્પસમાં IPS અધિકારીઓ સહિતના લોકો જરૂર ન હોય તો વાહનનો ઉપયોગ ટાળી કેમ્પસમાં સાઇકલનો ઉપયોગ કરે છે અને હેલ્મેટ પણ ફરજિયાત છે.

SRP ગૃપ દ્વારા વીરાતલાવડી ગામને દત્તક લેવામાં આવ્યું

નરોડા SRP-2ના કમાન્ડન્ટ સુધા પાંડેએ જવાનોને પર્યાવરણનું મહત્ત્વ અને મિયાવાકી અંગે સમજ આપી હતી. કેમ્પસના અધિકારીઓ અને જવાનોએ 29 જુલાઇએ આ નવતર અભિગમનો પ્રારંભ કરીને 285 વૃક્ષો વાવ્યા હતા. એક મહિનામાં મિયાવાકી પદ્ધતિથી 500 સ્ક્વેર મીટરમાં 5 જંગલોનું નિર્માણ કરી 1898 વૃક્ષો રોપ્યા છે. આ પદ્ધતિથી રોપેલા વૃક્ષો 10 ગણા વધારે ઝડપી વિકસે છે અને તેમાં કિચન વેસ્ટમાંથી ઓર્ગેનિક ખાતર બનાવી ઊપયોગમાં લેવામાં આવે છે. હજુ એક જંગલ મળી 300 જેટલા વૃક્ષો વાવવાની કામગીરી ચાલુ છે અને 500થી વધારે વૃક્ષોનો ટાર્ગેટ છે.

આ કાર્ય માટે 10-10 જવાનોની 4 ટીમો બનાવવામાં આવી છે. જે સ્વૈચ્છિક રીતે જંગલની સાર સંભાળ રાખે છે. મિયાવાકી સમજવા રાજ્યભરના 135 જેટલા પોલીસ એકમોના પ્રતિનિધી અહીં આવી તાલીમ મેળવી ચૂક્યા છે. ક્લીન કેમ્પ અંતર્ગત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા તમામ પરિવારને કાપડની થેલી આપવામાં આવી છે. તેમજ કેમ્પની અંદરની દુકાનોમાં પ્લાસ્ટિકના પડીકામાં આવતા વેફર કે, અન્ય નાસ્તાનું વેચાણ બંધ છે. ગાડીના વેસ્ટ ટાયરનો ઉપયોગ કરી બાળકો માટે ગાર્ડનમાં રમત ગમતના સાધનો બનાવ્યા છે. કિચન વેસ્ટમાંથી ઓર્ગેનિક ખાતર બનાવી તેનો ઉપયોગ જંગલમાં વૃક્ષોના ઉછેર માટે કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details