વડોદરાના માંજલપુર બેઠક ઉપરથી ધારાસભ્ય તરીકે છેલ્લી છઠ્ઠી ટર્મમાં ચૂંટાઇ આવતા અને વડોદરાના ઓલીયા પીર તરીકે જાણીતા યોગેશ પટેલ રાજ્યમાં સૌથી વધુ લીડથી ચૂંટાઇ આવે છે. 14 વિધાનસભામાં ભાજપની સંખ્યા પર સદી પાર નહીં કરતા ના કપાયું હતું. પરિણામે ભાજપ દ્વારા કોંગ્રેસમાંથી ધારાસભ્યો લાવીને સંખ્યા વધારવામાં આવી રહી છે. તેમને મંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે ભાજપમાં વર્ષોથી ચૂંટાઇ આવતા ધારાસભ્યોને મંત્રી પદથી દૂર રાખવામાં આવતા હતા. જેને લઇને વડોદરાના 3 ધારાસભ્યો દ્વારા સરકાર સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.
વડોદરા: દાદાગીરીથી પ્રધાન પદ તો મળ્યું પણ સરકારી વેબસાઈટમાં નામ જ નથી ચડ્યું - VDR
ગાંધીનગર: વડોદરાના માંજલપુર વિધાનસભા બેઠક પરથી સતત 6 ટર્મ સુધી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવતા યોગેશ પટેલને ભાજપ સરકાર દ્વારા પ્રધાન બનાવવામાં આવતા ન હતા. પરિણામે વડોદરાના 3 ધારાસભ્યો દ્વારા સરકાર સામે બંડ પોકારવામાં આવ્યો હતો. ત્યારે વડોદરાવાસીઓ દ્વારા પણ તેમના શહેરમાં એક પણ ધારાસભ્યને પ્રધાન પદ નહીં આપતા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્યારે યોગેશ પટેલે પણ ખુલીને રોષ વ્યક્ત કર્યો હતો. સરકાર દ્વારા 9 માર્ચના રોજ યોગેશ પટેલને રાજ્યકક્ષાના પ્રધાન તો બનાવી દીધા, પરંતુ સરકારની જીસ્વાન વેબસાઈટમાં હજુ પણ પ્રધાન તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો નથી.
સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદાર, વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા મંત્રી પદ માંગવામાં આવ્યું હતું. જેમાં મધુ શ્રીવાસ્તવ અને બોર્ડ નિગમના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. જ્યારે યોગેશ પટેલને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. 9 માર્ચના રોજ દાદાગીરીથી મંત્રી પદે શપથ લીધા હતા. તેની સાથે માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપ સરકારના કેબિનેટ પ્રધાન તરીકેના શપથ લીધા હતા. જ્યારે જામનગર ઉત્તરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતા.
સરકારની જીસ્વાન વેબસાઈટમાં પ્રધાન તરીકે નામ અને ફોટો હજુ પણ અપડેટ કરવામાં આવ્યો નથી. સરકાર જાણે દાદાગીરી કરી હોવાના કારણે ભેદભાવ રાખતી હોય તેવું જોવા મળી રહ્યું છે. રાજ્યકક્ષાના પ્રધાન હોવા છતાં જ્યારે શપથ ગ્રહણ કર્યા બાદ ત્રણ મહિના જેટલો સમય વીતવા છતાં સરકારની વેબસાઈટમાં પ્રધાન તરીકે સ્થાન આપવામાં આવતું નથી.