ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યના ઉર્જા વિભાગની મહેકમ ભરાશે, 1138 જેટલી જગ્યા છે ખાલી - latestnewsgandhinagar

ગાંધીનગર: આજે રાજયના ઉર્જા વિભાગની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં ઉર્જા વિભાગમાં વિવિધ કર્મચારીઓ અને અધિકારીઓની ખાલી પડેલી જગ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ આગામી દિવસોમાં કેવડિયા ખાતે કેન્દ્રીય ઉર્જા વિભાગનો કાર્યકમ યોજાશે. તેની તૈયારીઓના ભાગ રૂપે ઉર્જા વિભાગના અધિકારીઓ સાથે ઉર્જાપ્રધાને મહત્વની બેઠક કરી હતી.

etv bharat gandhinagar

By

Published : Oct 4, 2019, 4:05 PM IST

ગાંધીનગરમાં આજે રાજ્યના ઉર્જાપ્રધાન સૌરભ પટેલ અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં ઉર્જા વિભાગના ખાલી પડેલા મેહકમ મુદે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ઉર્જા વિભાગની અલગ અલગ પોસ્ટની કુલ 1138 જેટલી જગ્યાઓ ખાલી છે. તેને કઈ રીતે ભરવી તે મુદે ચર્ચા કરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર સુરત, જામનગર, બરોડા જેવા શહેરોમાં DGVCLની ખાલી જગ્યા બાબતે મળેલી બેઠકમાં ઉર્જા સચિવ સહિત એચ.આર વિભાગના જનરલ મેનેજર નિલેશ મુનશી હાજર રહ્યા હતાં. આ બેઠકમાં રાજ્યમાં સબડીવીઝનલ ઓફિસ અંગેના સ્ટેટ્સ, તાલુકા પ્રમાણે મીની સ્ટેટમેન્ટ ટર્મસ અંગે થશે કરવામાં આવી હતી. આગામી 11 અને 12 મી ઓક્ટોબરના રોજ કેવડિયા ખાતે ઉર્જા વિભાગની મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેની પૂર્વ તૈયારીઓ અંગે પણ વાર્તાલાપ કરાયો હતો. આ બેઠકમાં કેન્દ્રીય ઉર્જાપ્રધાન સહિત અન્ય રાજ્યોના ઉર્જાપ્રધાનો હાજર રહેવાના છે. ત્યારે ગુજરાત સરકારના ઉર્જા વિભાગ દ્વારા કેવા પ્રકારની વ્યવસ્થા કરવી તે મુદે ચર્ચા કરાઈ હતી. મળતી માહિતી અનુસાર કેન્દ્રીય ઉર્જા પ્રધાન દ્વારા ઉર્જા વિભાગના વિવિધ 30 મુદ્દાને અંગે ચર્ચા કરવામાં આવશે. જેમાં રૂફટોપ યોજના, સોલાર સિસ્ટમ સહિત વિન્ડ પાવર યોજના મુદે ચર્ચા કરવામાં આવશે.

  • ઉર્જા વિભાગ વિવિધ પોસ્ટ પર ખાલી જગ્યાઓ

1.લાઈન ઇન્સ્પેક્ટર 179 જગ્યાઓ ખાલી છે

2.લાઈનમેન 22

3. આસિસ્ટન્ટ લાઈનમેન 443

4.ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ 260

5.ડેપ્યુટી સુપ્રીટેન્ડ 21

6. સિનિયર આસિસ્ટન્ટની કુલ 47

7.જુનિયર આસિસ્ટનની કુલ 166

ABOUT THE AUTHOR

...view details