- યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે કનોડિયા પરિવારની લીધી મુલાકાત
- કનોડિયા બંધુઓનેે આપી શ્રદ્ધાંજલિ
- અગાઉ પીએમ મોદીએ પણ લીધી હતી મુલાકાત
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે કનોડિયા બંધુઓને આપી શ્રદ્ધાંજલિ - પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના 2 મહાન કલાકારો કનોડિયા બંધુઓનું ઓકટોબર માસમાં દુઃખદ અવસાન થયું હતું. જેને કારણે રાજકીય જગત અને ગુજરાતી ફિલ્મ જગતે એક સાથે 2 દમદાર વ્યક્તિ ગુમાવ્યા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કનોડિયા બંધુઓને ગાંધીનગરમાં તેમના નિવાસસ્થાને આવીને શ્રદ્ધાંજલિ આપી હતી. આજે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ પણ કનોડિયા બંધુના ઘરે પહોંચ્યા હતા. અહીં બંન્ને ભાઈઓ નરેશ અને મહેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
ગાંધીનગર: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના 2 મહાન કલાકારો કનોડિયા બંધુઓનું ઓકટોબર માસમાં દુઃખદ અવસાન થયું હતું. જેને કારણે રાજકીય જગત અને ગુજરાતી ફિલ્મ જગતે એક સાથે 2 દમદાર વ્યક્તિ ગુમાવ્યા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કનોડિયા બંધુઓને ગાંધીનગરમાં તેમના નિવાસસ્થાને આવીને શ્રદ્ધાંજલિ આપી હતી. આજે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ પણ કનોડિયા બંધુના ઘરે પહોંચ્યા હતા. અહીં બંન્ને ભાઈઓ નરેશ અને મહેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ અર્પી હતી.