ગુજરાત

gujarat

ETV Bharat / state

Swachhata hi Seva Campaign: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે સફાઈ અભિયાન હાથ ધર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઓક્ટોબરના રોજ શ્રમદાન કરવા આહ્વાન કર્યું હતું. જેને પગલે ગૃહપ્રધાન અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના અનેક કાર્યકર્તાઓ આ અભિયાનમાં જોડાયા હતા અને સ્વચ્છતા ત્યાં પ્રભુતા મંત્રને સાર્થક કરવા અનુરોધ કર્યો હતો.

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સફાઈ અભિયાન હાથ ધર્યું
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સફાઈ અભિયાન હાથ ધર્યું

By ETV Bharat Gujarati Team

Published : Oct 1, 2023, 1:42 PM IST

ગૃહપ્રધાન અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે સફાઈ અભિયાન હાથ ધર્યું

ગાંધીનગર: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક ઓક્ટોબરના રોજ ગાંધી જયંતીના એક દિવસ અગાઉ તમામને સવારે 10 વાગ્યાથી એક કલાક સુધી શ્રમધાન કરવાનું આહવાન કર્યું હતું. ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પોતાના વિધાનસભા મત વિસ્તાર ઘાટલોડિયામાં અને કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે તેમના ગાંધીનગર લોકસભા મતવિસ્તાર રાણીપમાં એક કલાક સુધી શ્રમદાન કર્યું હતું. જ્યારે તેઓની સાથે ભાજપના કાર્યકર્તાઓ પણ શ્રમદાનમાં જોડાયા હતા.

સ્વચ્છતામાં એક તારીખ, એક કલાક, એક સાથ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ગાંધી જયંતિના પૂર્વ દિવસે સામુહિક શ્રમદાનથી સ્વચ્છતા હી સેવા અભિયાનના આપેલા આહવાનને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત સમગ્ર ગુજરાતે ઝીલી લઈને 'એક તારીખ એક કલાક એક સાથ'ના સૂત્રને સ્વચ્છતા સફાઈ દ્વારા સાકાર કર્યું હતું. ભૂપેન્દ્ર પટેલ આ શ્રમદાનમાં ઘાટલોડિયા વિસ્તારમાં લક્ષ્મણગઢનો ટેકરો, સાંઈબાબા મંદિર ચાર રસ્તા ખાતે સહભાગી થયા હતા. સીએમ ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં આ અભિયાનમાં સૌ નાગરિકોને જોડાઈ સ્વચ્છતા ત્યાં પ્રભુતા મંત્રને સાર્થક કરવા અનુરોધ કર્યો હતો.

AMTS બસ સ્ટેન્ડમાં અમિત શાહે સફાઇ કરી: અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સફાઈ અભિયાન હાથ ધર્યું હતું અને એક કલાક સુધી શ્રમદાન કર્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવતા રાણીપ એમટીએસ બસ સ્ટેન્ડમાં પણ સફાઈ અભિયાન સાથે શ્રમદાન કર્યું હતું. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સુરત ખાતે શ્રમદાન કર્યું હતું. જેમાં તેઓની સાથે અનેક કાર્યકરો પણ જોડાયા હતા.

સી આર પાટીલે સુરત ખાતે શ્રમદાન કર્યું

વિધાનસભા સંકુલમાં શંકર ચૌધરીએ કર્યું શ્રમદાન:ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સંકર ચૌધરીએ ગાંધી જયંતીના એક દિવસ પહેલા જ ગુજરાત વિધાનસભા સંકુલ પરિષદમાં શ્રમદાન કર્યું હતું અને આ શ્રમદાનમાં ગુજરાત વિધાનસભાના સચિવ ડી એમ પટેલ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ સાફ સફાઈ અભિયાનમાં જોડાયા હતા જ્યારે સાફ-સફાઈ અભિયાન અને શ્રમદાનની વાત કરવામાં આવે તો વિધાનસભા પરિષદમાં આવેલ ગાંધીજીની પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલ વિઠ્ઠલભાઈ પટેલની પ્રતિમાની આસપાસ સાફ-સફાઈ કરવામાં આવી હતી તેમજ પ્રતિમાઓને ધોઈને પુષ્પાંજલિ પણ કરવામાં આવી હતી.

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સફાઈ અભિયાન હાથ ધર્યું

સ્વચ્છતા એ મહાત્મા ગાંધીનું સ્વપ્ન:આ કાર્યક્રમ દરમિયાન શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. કારણ કે જે મહાત્મા ગાંધીનું સ્વચ્છતા બાબતનું સ્વપ્ન હતું અને સ્વતંત્રતાના આંદોલનમાં પણ સ્વચ્છતાની વાત કરી હતી. ત્યારે આ વાતને વડાપ્રધાન મોદીએ મંત્ર બનાવ્યો અને પોતે પણ આ સંકલ્પનો અમલ કર્યો અને લોકોને પણ આ સંકલ્પમાં જોડ્યા.

  1. Swachhata Hi Seva 2023: રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી દ્વારા ગાંધી જયંતિ પૂર્વે સફાઈ અભિયાન
  2. PM Modi Telangana visit: PM મોદી આજે તેલંગાણામાં 13500 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે

ABOUT THE AUTHOR

...view details