ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસ રોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો 70 હજાર વટાવી દીધો છે. ત્યારે 24 કલાકમાં નવા 1118 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 23 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરના વાઇરસના કુલ 73238 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી મગંળવારે પોઝિટિવ કરતા ડિસ્ચાર્જનો આંકડો વધુ છે, 1140 દર્દીઓને રજા આપવામાં આવી હતી.
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 1118 કેસ ગુજરાત કોરોના વાઇરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મહાપાલિકા વિસ્તારમાં 139, સુરત મહાપાલિકા વિસ્તારમાં 177, વડોદરા મહાપાલિકા વિસ્તારમાં 90, રાજકોટ કોર્પોરેશન 55, સુરત 59, જામનગર કોર્પોરેશન 42, ભરૂચ 40, ભાવનગર કોર્પોરેશન 37, પંચમહાલ 35, રાજકોટ 32, અમરેલી 30, મહેસાણા 29, ગીર સોમનાથ 28, મોરબી 27, કચ્છ 23, દાહોદ 22, વલસાડ 22, વડોદરા 21, ભાવનગર 18, ગાંધીનગર 17, ખેડા 17, જુનાગઢ 15, સુરેન્દ્રનગર 15, પાટણ 14, ગાંધીનગર કોર્પોરેશન 13, અમદાવાદ 11, સાણંદ, મહીસાગર, નવસારી 10-10, બોટાદ 9, નર્મદા 9, સાબરકાંઠા 8, દેવભૂમિ દ્વારકા 7, બનાસકાંઠા 6, છોટાઉદેપુર, જુનાગઢ કોર્પોરેશન, પોરબંદર, તાપી 4-4, અરવલ્લી 3 અને જામનગરમાં 2 કેસ સામે આવ્યા છે.જ્યારે 79 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 2697 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધું 28192 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સુરત મંગળવારે એક દિવસ બાદ રાજ્યમાં ફરીથી પહેલા નંબરે કોરોના કેસમાં રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 177 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 59 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 236 સામે આવ્યાં છે. જોકે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.