મ્યાનમારના બર્મા ખાતે રંગૂનમાં 2 ઓગસ્ટ 1956ના રોજ વિજયભાઈનો જન્મ થયો હતો. વિજયભાઈનો પરિવાર પહેલાથી જ જૈનધર્મ સાથે સંકળાયેલો છે. તેમના જન્મના 4 વર્ષ બાદ તેમનો પરિવાર ગુજરાતમાં સ્થાયી થયો હતો. તેઓ ધર્મેન્દ્રસિંહ મહાવિદ્યાલયમાંથી સ્નાતક થયાં છે. જ્યારે સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયમાંથી LLBની પદવી મેળવી છે.
CM વિજય રૂપાણીનો 63મો જન્મદિવસ, વડાપ્રધાન અને ગૃહપ્રધાને પાઠવી શુભેચ્છા
ન્યુઝ ડેસ્કઃ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનો આજે 63મો જન્મદિન છે. તેમના જન્મદિન નિમિત્તે વહેલી સવારથી જ લોકો તેમને શુભેચ્છા પાઠવી રહ્યાં છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે પણ તેમને જન્મદિનની શુભેચ્છા પાઠવી છે.
રૂપાણી પોતાની યુવાવસ્થામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સક્રિય હતા. અહીંથી જ તેમનો સાર્વજનિક જીવનમાં પ્રવેશ થઈ ગયો હતો. તેમણે RSS અને જનસંઘ સાથે પણ કાર્ય કર્યું છે. ભારતીય જનતા પક્ષની સ્થાપના સમયથી જ તેઓ કાર્યકર્તા રહ્યાં છે. રાજકોટ મનપામાં સભ્યથી માંડી અધ્યક્ષ અને મેયરની પણ ભૂમિકા ભજવી છે.ભાજપના વિભાગાધ્યક્ષ અને ધોષણા સમિતિના અધ્યક્ષ તરીકે પણ ફરજ બજાવી છે. રાજ્યસભાના સાંસદથી માંડી તેમણે ધારાસભ્ય તરીકે પણ સેવા આપી છે. બાદમાં આનંદીબહેન પટેલે રાજીનામું આપતાં તેમણે પક્ષના વફાદાર સૈની તરીકે ગુજરાતની આગેવાની આપવામાં આવી હતી. આજે ગુજરાત પાસે એક અનુભવી, કુશળ અને કર્મનિષ્ઠ મુખ્યપ્રધાન હોવાનો ગર્વ છે.તેમના જન્મદિન નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટર થકી શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે.