- ખેતપેદાશોના રક્ષણ માટે બજાર સમિતિઓને ૫૦૦૦ મેટ્રિક ટન સુધીની ક્ષમતા ધરાવતા ગોડાઉન બનાવવા માટે સહાય આપવામાં આવશે, જે માટે રાજ્ય સરકારે રૂપિયા ૫૦ કરોડની જોગવાઇ કરી છે.
રાજ્ય સરકારે ખેતપેદાશના બજેટ ક્ષેત્રે કરી આ મહત્વની જાહેરાત
રાજ્ય સરકારે આજરોજ બજેટ રજુ કર્યુ હતું. જેમાં ખેત પેદાશો, કૃષિ સહિત અનેક બજેટ રજુ કર્યા હતાં. જેમાં ખેત પેદાશ ક્ષેત્રે પણ અનેક રકમ ફાળવી હતી.
- નબળી કે બંધ ખાંડ સહકારી મિલોના ખેડૂતોને રક્ષણ આપવા માટે આવી મિલો ફરી શરૂ કરવી જરૂરી છે. જેથી આવી મિલો સાથે જોડાણ ફરતી સદ્ધર સુગર મિલને સહાય આપવા માટે રૂપિયા ૨૫ કરોડની જોગવાઈ- ભારત સરકારની યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૮-૧૯ના શેરડી પેમેન્ટ માટે ખાંડ સહકારી મંડળીઓએ પાંચ વર્ષની અવધિ માટે મેળવેલા સોફટ લોનનું વ્યાજ ભારત સરકાર દ્વારા એક વર્ષ માટે ચુક્વવામાં આવનાર છે. રાજય સરકાર આ સોફટ લોન ભરવાપાત્ર થતા વ્યાજના ૭ % અથવા ખરેખર ચુકવવામાં આવનાર વ્યાજ આ બે જે ઓછું હોય તેટલી વ્યાજ સહાય વધુમાં વધુ ચાર વર્ષ સુધી આપવામાં આવશે. જે માટે રૂપિયા ૨૩ કરોડની જોગવાઇ કરાઇ છે.