ગાંધીનગર : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ડિસેમ્બરના રોજ મહત્વની જાહેરાત કરી હતી. જે પ્રમાણે 10 જાન્યુઆરી એટલે કે આજથી રાજ્યના 60 વર્ષથી વધુ વયના નાગરિકો કોરોના રસીનો બૂસ્ટર ડોઝ(Vaccine for Citizens Over 60 Years of Age) આપવામાં આવશે. રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી ત્રીજા ડોઝના રસીકરણ અભિયાનની શરૂઆત કરાવી હતી. આ ઉપરાંત, આરોગ્યપ્રધાન અને અમદાવાદના સચિવપ્રધાન ઋષિકેશ પટેલ સોલા સિવિલ હોસ્પિટલ હાજર રહીને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ અને 60 વર્ષથી વધુની વયના નાગરિકો માટેના પ્રિકોશન ડોઝની(Precaution Dose of Covid) શરૂઆત કરાવી.
વયસ્કો માટે બૂસ્ટર ડોઝના નિયમ
મનોજ અગ્રવાલએ અગાઉ જણાવ્યું હતું તે પ્રમાણે 60 વર્ષથી વધુની ઉંમરના લોકોના(Third Dose of Corona Vaccine Senior Citizens) પ્રિકોશન ડોઝ માટે કોરોના રસીના પ્રથમ અને બીજો ડોઝ લીધા હોય અને તે સમયે પુરા થયાના 39 અઠવાડિયા બાદ આ પ્રિકોશન ડોઝ જે તે વ્યક્તિ લેવાના પાત્ર ગણવામાં આવશે, જ્યારે 60 વર્ષથી વધુની ઉંમરના ગુજરાતમાં કુલ 65 લાખ 80 હજાર જેટલા નાગરિકોનો સમાવેશ થાય છે, જ્યારે ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સમા કુલ 12.44 લાખ, હેલ્થ વર્કર 6.24 લાખનો ડેટા રાજ્ય સરકાર પાસે તૈયાર છે. જેમાંથી કુલ 6.40 લાખ નાગરિકો 10 જાન્યુઆરીના રોજ રસિકના બૂસ્ટર ડોઝ લેવાને પાત્ર ગણવામાં આવ્યા છે. આ ઉપરાંત ત્રીજા ડોઝ માટે નવા રજિસ્ટ્રેશનની જરૂર(No Registration Required for Third Dose) નથી. તેઓ સીધા જ કોઈ પણ રસીકરણ કેન્દ્રમાં મુલાકાત લઈ ત્રીજો ડોઝ મેળવી શકે છે.
3 જાન્યુઆરીથી બાળકોને આપવામાં આવી રહી છે રસી
રાજ્યના આરોગ્ય વિભાગ પ્રમાણે ગુજરાતમાં 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકો માટે પણ રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં 9 જાન્યુઆરી સુધીમાં કુલ 18,56,040 બાળકોને રસીના પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યા છે. જ્યારે ગુજરાતમાં કુલ 35.80 લાખ બાળકો રસીકરણને પાત્ર છે.