ગાંધીનગરમાં આવેલા સમર્પણ કેમ્પસ ખાતે NCPના પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય મહામંત્રી શંકરસિંહ વાઘેલાની આગેવાનીમાં આઈટી સેલની બેઠક યોજવામાં આવી હતી. આઈટી સેલને આગામી દિવસોમાં મજબૂત કરીને પ્રાદેશિક લેવલથી લઈને લોકસભાની ચૂંટણીમાં મજબૂત બનાવવા અને પોતાના ઉમેદવારોને વિજયી બનાવવા માટે લાગી જવા હાકલ કરવામાં આવી હતી. NCP આગામી સમયમાં તમામ ચૂંટણીઓમાં મેદાનમાં આવશે.
CAA હિંસા માટે કેન્દ્ર જવાબદારઃ શંકરસિંહ વાઘેલા
ગાંધીનગર: દેશમાં સોશિયલ મીડિયા મહત્વનું પરિબળ બની ગયું છે. રાજકીય પાર્ટીઓ સોશિયલ મીડિયાના આધારે જ ચૂંટણી લડતી થઈ છે. ત્યારે NCP દ્વારા રવિવારના રોજ ગુજરાત પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં આઈટી સેલની એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં આગામી દિવસોમાં સમગ્ર દેશમાં સોશિયલ મીડિયા ઉપર આઈટી સેલને મજબૂત કરશે. સમગ્ર દેશમાં ચાલી રહેલો હોટ ઈસ્યુ સીટીઝન એમેન્ડમેન્ટ બિલ ઉપર શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, CAA બાબતે દેશની આયોજન વગરની સરકાર જવાબદાર છે.
દેશમાં ચાલી રહેલી અરાજકતાને લઈને શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, 370 હતી તો શું, રામ મંદિર હતું કે નહીં, કોઈ ફરક પડતો નથી. આજે કાશ્મીરની હાલત શું છે. ઉપરવાળાને ખબર. રામ મંદિરથી રોટલી ઘરે નહીં મળે તેમ કહી ઈકોનોમી મજબૂત થાય તે જરૂરી છે. આ તો અણધણ વહીવટ છે તેમ કહ્યું હતું. દેશમાં હિન્દૂ છીએ એ સર્ટિફિકેટની જરૂર નથી. 75માં નવનિર્માણ આંદોલનમાં જે થયું એવા પ્રકારની મુવમેન્ટ છે.
ભાજપને આ કરવાની જરૂર નથી. ખાલી મુસ્લિમોને ધ્યાનમાં રાખીને કરો. ત્યારે ચાઇના સામે લાલ આંખ કરવાનો સમય છે. આ રીતે દેશ ચલાવી શકાય નહીં. 22 વર્ષથી ગુજરાત પણ એવું જ ચાલે છે. દિલ્હીમાં આજે પણ બાંધકામ ખાતાનો મિનિસ્ટર કોણ છે એ ખબર નથી. હવે ભાજપનું કલાઈમેક્સ પૂરું થયું છે. બહુ નહીં ચાલે. અમારી છાત્ર પરિષદના વિદ્યાર્થીઓ વિરોધ કરતા હતા. જેલમાં પણ ગયા. પૂતળા દહનનો કાર્યક્રમ પણ કર્યો છે. સરકાર પોતાના માર્કેટિંગ માટે કરી રહી છે. હવે નાગરિકોએ નિર્ણય કરવો પડશે. તેમણે CAA બાબતે દેશની આયોજન વગરની સરકાર જવાબદાર ગણાવી હતી.