રાજ્યમાં કોંગ્રેસ છેલ્લા એક દાયકામાં પહેલી વખત મજબૂત બની હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. પોલીસે પાણીનો મારો કરીને કાર્યકરોને અટકાવ્યા હતા. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં બિન સચિવાલય પરીક્ષા રદ કરવા માટે ગત 4 નવેમ્બરના રોજ ઉમેદવારો રજૂઆત કરવા આવ્યા હતા. પોલીસ દ્વારા તમામ ઉમેદવારોની અટકાયત કર્યા બાદ તેમની માગણીઓ નિરાકરણ નહીં આવતાં સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે જ આંદોલનના મંડાણ થયા હતા. બે દિવસ બાદ આંદોલનકારી નેતાઓ સરકારના ખોળે બેસી ગયા બાદ કોંગ્રેસે ટેકો જાહેર કર્યો હતો. ત્યાર બાદ 9 ડિસેમ્બરે વિધાનસભા કૂચનું એલાન કર્યું હતું. ગાંધીનગર શહેરમાં આવેલી સત્યાગ્રહ છાવણી ખાતે વહેલી સવારથી જ કાર્યકરો આંદોલનને ટેકો આપવા માટે પહોંચી ગયા હતા. કોંગ્રેસના નેતાઓ દ્વારા સભા સંબોધન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોંગી ધારાસભ્ય વિક્રમ માડમે કહ્યું, કે આ સરકાર સત્તાના મદમાં રાચી રહી છે. પરંતુ આગામી વર્ષોમાં અમારી પણ સરકાર આવશે ત્યારે વીણી વીણીને હિસાબ કરીશું. વિધાનસભા કૂચમાં વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનણાની, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમચાવડા સહિત ધારાસભ્યો,એનએસયુઆઈ, યુથ કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતાં.
કોંગ્રેસના નેતાઓ ઘ-2 સર્કલ ખાતેથી કુછ તરફ આગળ વધી રહ્યા હતા. જે દરમિયાન ઘ-3 ત્રણ સર્કલ પાસે પહોંચતા જ પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. કાર્યકરો દ્વારા બિન સચિવાલય પરીક્ષા રદ કરો. હાય રે રૂપાણી હાય હાય.ના નારા લગાવવામાં આવી રહ્યા હતા. મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો પણ વિરોધમાં જોડાઈ હતી. જે દરમિયાન જ પોલીસે વોટર કેનન દ્વારા પાણીનો મારો ચલાવતા અનેક કાર્યકરો ભીના થઇ ગયા ગયા ગયા હતા. પોલીસે મહિલા કાર્યકરોને પણ છોડી ન હતી અને આગળ વધી રહેલા કાર્યકરો ઉપર પણ પાણીનો મારો ચલાવતા અનેક મહિલા કાર્યકરો પાણીથી પલળી ગયા હતા અને રોડ ઉપર જ પડી જવાના બનાવો સામે આવ્યા હતા.
પાણીનો મારો ચલાવી રહેલી વોટર કેનલ કેનલ સામે કાર્યકરોએ રોષ વ્યક્ત કરતા પથ્થરમારો કર્યો હતો. જેમાં વોટર કેનન વાહનો કાચ તૂટી ગયો હતો. વાહનમાં બેઠેલા ત્રણ પોલીસ કર્મચારીઓનો પથ્થરમારામાં આબાદ બચાવ થયો હતો. બીજી તરફ પોલીસે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને ટીંગાટોળી કરી હતી. પોલીસ સાથેની ઘર્ષણમાં ઘર્ષણમાં સાથેની ઘર્ષણમાં ઘર્ષણમાં અમિત ચાવડાના કપડા ફાટી ગયા ફાટી ગયા હતા, અનેક કાર્યકરોના બુટ ચંપલ પણ નીકળી ગયા હતા. સત્યાગ્રહ છાવણી ખાતેથી પોલીસે કોંગ્રેસના કાર્યકરોને અટકાયત કર્યા બાદ ગાંધીનગર જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ અમિત પારેખની આગેવાનીમાં કાર્યકરો વિધાનસભાના ગેટ નંબર 7 ઉપર ચડાઈ કરી હતી. જેમાં પોલીસ ઉંઘતી ઝડપાઇ ગઇ હતી. .