ગુજરાત

gujarat

ETV Bharat / state

આજે સાંજે 5 કલાકે સ્થાનિક સ્વરાજય ચૂંટણીની તારીખની સત્તાવાર જાહેરાત

ગુજરાતની 6 મહાનગરપાલિકા માટે આજે સાંજે પાંચ વાગ્યે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સત્તાવાર રીતે ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે. રાજ્ય ચૂંટણી આયોગના ઉચ્ચ અધિકારીઓ તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યના છ મહાનગરપાલિકા 31 જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીની તારીખની જાહેરાત થશે.

ds
ds

By

Published : Jan 23, 2021, 1:31 PM IST

Updated : Jan 23, 2021, 2:01 PM IST

  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તારીખ થશે જાહેર
  • આજે સાંજે 5 વાગે થશે સત્તાવાર જાહેરાત
  • રાજ્યના 6 મહાનગરપાલિકા અને 31 જિલ્લા પંચાયત અને 80 નગર પાલિકાની થશે ચૂંટણીની જાહેરાત



    ગાંધીનગર: ગુજરાતની 6 મહાનગરપાલિકા માટે આજે સાંજે પાંચ વાગ્યે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સત્તાવાર રીતે ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે. રાજ્ય ચૂંટણી આયોગના ઉચ્ચ અધિકારીઓ તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યના છ મહાનગરપાલિકા 31 જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીની તારીખની જાહેરાત થશે.

કઈ કોર્પોરેશનમાં યોજાશે બેઠક

સ્થાનિક સ્વરાજની ચૂંટણી જો વાત કરવામાં આવે તો છ મહાનગરપાલિકા એટલે કે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવામાં આવશે. આમ, છ મહાનગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હવે યુદ્ધ જામશે.

આજે સાંજે 5 કલાકે સ્થાનિક સ્વરાજય ચૂંટણીની તારીખની થશે સત્તાવાર જાહેરાત
એક વોર્ડ એક બેઠક મુદ્દે હજુ સુપ્રીમ કોર્ટના આદેશની રાહસુપ્રીમ કોર્ટમાં એક વોર્ડ એક બેઠક મુદ્દે હજુ કેસ ચાલી રહ્યો છે, ત્યારે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આજે ચુંટણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. પરંતુ જો સુપ્રીમ કોર્ટ દ્વારા એક વોર્ડ એક બેઠકને નિર્ણય સોમવાર અથવા તો મંગળવારે આપી દેવામાં આવશે તો નવા નિર્ણય પ્રમાણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવામાં આવશે. આમ ચૂંટણી પહેલાં જો સુપ્રીમ કોર્ટ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે તો એક વોર્ડ એક બેઠક રીતે ચૂંટણી યોજવામાં આવશે. આજે સાંજે 5 કલાકે સત્તાવાર રીતે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીક જાહેર કરવામાં આવશે. ચૂંટણીની તારીખ જાહેર થવાની સાથે જ રાજ્યની નગરપાલિકા મહાનગરપાલિકા અને કોર્પોરેશનમાં જ્યાં ચૂંટણી યોજાનાર છે ત્યાં આચાર સહિતા લાગુ પડી જશે.
Last Updated : Jan 23, 2021, 2:01 PM IST

ABOUT THE AUTHOR

...view details