ગુજરાત

gujarat

ETV Bharat / state

ST હડતાળ: સરકાર સાથેની બેઠક નિષ્ફળ રહી, આવતી કાલે પણ હડતાળ ચાલું રહેશે

ગાંધીનગર: રાજ્યમાં 2 દિવસથી ST નિગમ દ્વારા પોતાના પડતર પ્રશ્નોને લઇને હડતાળ કરવામાં આવી રહી છે. ST નિગમ દ્વારા સાતમાં પગાર પંચનો મુદ્દો સરકાર સામે રાખવામાં આવ્યો છે, ત્યારે આ હડતાલને લઈને શુક્રવારે સાંજના સમયે વાહન વ્યવહાર પ્રધાન આર.સી.ફળદુ સાથે ST નિગમના હોદ્દેદારોની એક બેઠક મળી હતી. જેમાં મજદૂર મહાસંઘના પ્રમુખ વલ્લભ વાછાણીએ કહ્યું કે, સરકાર સાથેની અમારી બેઠક નિષ્ફળ રહી છે. પરિણામે અમારુ આંદોલન ચાલુ જ રહેશે.

ફાઈલ ફોટો

By

Published : Feb 22, 2019, 11:44 PM IST

ભારતીય મજદૂર મહાસંઘના પ્રમુખ વલ્લભ વાછાણીએ કહ્યું કે, સરકાર સાથે અમારી બેઠક યોજવામાં આવી હતી. જેમાં અમે સાતમા પગાર પંચનો મુદ્દો મુક્યો હતો. ત્યારે સરકાર પાસે અમે લેખિત માંગણી કરી હતી. પરંતુ સરકારે લેખિત માંગણી સ્વીકારી ન હતી અને એક કમિટી બનાવવાની વાત કરી હતી. પરિણામે અમારૂ આંદોલન ચાલુ જ રહેશે. સરકાર દ્વારા ખાનગી ટ્રાવેલ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેને લઈને કહ્યું કે, આરટીઓની મિલીભગતથી આમ પણ ખાનગી ટ્રાવેલ્સની જ બોલબાલા રહી છે. શુક્રવારે પણ અનેક ટ્રીપો રદ થઈ છે. મુસાફરો ખાનગી ટ્રાવેલ્સનો ઉપયોગ કરવા છતાં રઝળી રહ્યા છે.

રાજ્યના માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યના 177 રૂટ પર 1002 બસો દોડાવવામાં આવશે. વાહન વ્યવહાર પ્રધાન આર.સી.ફળદુએ કહ્યું કે, નિગમને ખોટમાંથી બહાર લાવવા માટે મહેનત કરીએ છીએ. 2 દિવસથી વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓ હડતાલ ઉપર ગયા છે, ત્યારે મારી કર્મચારીઓને બે હાથ જોડીને વિનંતી છે કે, તેઓ ગુજરાતનું હિત જોવે અને કામગીરી પર ચાલુ થઈ જાય. હડતાળ માટે તો એક જ દિવસની વાત કરવામાં આવી હતી. નિગમના કર્મચારીઓ દ્વારા એક દિવસ માસ સી.એલ.નો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. પરંતુ તેમને બીજા દિવસથી ફરજ ઉપર હાજર થઇ જવું જોઈતું હતું. સરકારે આ બાબતે 3 સભ્યોની એક કમિટી પણ બનાવી છે. જેમાં કર્મચારીઓના તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details